સાહેબ બીબી ગુલામ
બિમલ મિત્ર
કલકત્તા.
બ્રિટિશ સામ્રાજ્ય સમયે ભારતની રાજધાની. એ સમયના કલકત્તામાં ભારતનો આત્મા દેખાતો હતો. વ્યવસાય હોય કે કલા, સંસ્કૃતિ હોય કે રાજકારણ – સમગ્ર ભારત દેશ ત્યારે કલકત્તામાંથી પ્રેરણા લેતો હતો.
બ્રિટિશરોએ ધીમે ધીમે ભારતને પોતાના ભરડામાં લેવાનું શરૂ કર્યું ત્યારથી તેની શરૂઆતનું સાક્ષી છે કલકત્તા. અંગ્રેજોના દમનનો કોરડો વીંઝાતો જાય અને ભારતની પ્રજા વધુ ને વધુ પીસાતી જાય એ ષડયંત્રની શરૂઆત પણ ત્યારે બ્રિટિશરોના મુખ્ચય મથક કલકત્તાથી જ થઈ હતી.
અને,
પછી શરૂ થઈ ગુલામી સામે ભારતીય સમાજે કરેલી ક્રાંતિકારી ઉત્ક્રાંતિ…
ભારતીય સાહિત્યની આ `ક્લાસિક’ ગણાતી કથા બ્રિટિશ સામ્રાજ્યની રાજધાની, કલકત્તા જે આજની રાજધાની દિલ્હીમાં ફેરવાઈ ત્યાં સુધીના સમયની જીવંત અને રોમાંચક યાત્રા કરાવતી ઐતિહાસિક નવલકથા છે.
Be the first to review “Saheb Bibi Gulam”
You must be logged in to post a review.