પૂછતાં પંડિત થવાય
કોઈપણ બાબત કેવી રીતે અને શા માટે થાય છે તે જાણવા માટે પ્રશ્નો પૂછવા તે મહત્ત્વનું છે. આને કારણે વિચારશક્તિ ખીલે છે અને નવું જ્ઞાન મેળવવાનાં દ્વાર ખૂલી જાય છે.
શંકાનું સમાધાન કરવા માટે પ્રશ્નો ન પૂછવાથી આપણે સત્યને જાણી શકતા નથી અને તેથી જીવનમાં મળેલી અમૂલ્ય તકથી આપણે વંચિત રહીએ છીએ. સવાલ એ છે કે કયા પ્રકારના પ્રશ્ન કરવા જોઈએ?
‘સાધુવાણી’ પુસ્તકમાં સન્માનનીય સાધુ નિત્યાનંદ ચરણ દાસ, વિવિધ ઉંમરના અનેક લોકો દ્વારા વારંવાર પૂછાતા, અનેક પ્રશ્નોના સરળ ભાષામાં ઉત્તર આપે છે. અહીં કર્મ, ધર્મ અને આધ્યાત્મિકતા, મન, ઈશ્વર, નસીબ, જીવનનો હેતુ, પીડા, ધાર્મિક વિધિઓ, યુદ્ધ જેવા અનેક મુદ્દાઓ આવરી લેવાયા છે.
આત્મખોજ અને આત્માના અહેસાસ માટેની યાત્રા માટે આ જવાબો બહુ મહત્ત્વના છે.
——————————————————————-
‘જે વ્યક્તિ પ્રશ્ન કરે છે તે કદાચ થોડા સમય માટે નાદાન લાગે છે, પરંતુ જે પ્રશ્ન નથી કરતા, તે કાયમ માટે નાદાન જ રહી જાય છે.’
Be the first to review “Saadhuwani”
You must be logged in to post a review.