આપણો દેશ ભારત એટલે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતી મહાન વિરાસત.
ઉત્ક્રાંતિથી લઈને આજની ૨૧મી સદી સુધીની આ મહાન યાત્રા ઋષિમુનિઓથી લઈને મહાન વિજ્ઞાનીઓના પ્રદાનને કારણે શક્ય બની છે.
સદીઓની આ મહાન કહી શકાય એવી યાત્રાનું સત્ય શું છે? એ કદી જાણવાનો આપણે પ્રયત્ન કરતાં નથી.
રામાયણ, મહાભારત, વેદો, શ્રીમદ્ ભગવદગીતા અને ભારતની સંસ્કૃતિ વિષેની અનેક વાયકાઓ, કહેવાતી વાતો, કથાઓ, આસ્થાઓ, પ્રક્રિયાઓ, દુષ્પ્રચારો વગેરેને આપણે સત્ય માનીને આપણી આગામી પેઢીને આપતાં રહીએ છીએ અને શરૂ થાય છે પેઢી દર પેઢીમાં ધર્મ અને સંસ્કૃતિના અધકચરા અજ્ઞાનની ઘાતક પરંપરા.
જો ‘ભારત’ અને ‘સંસ્કૃતિ’ વિષે કંઈક ‘સાચું’ જાણવું હોય, ગ્રંથોમાં કહેવાયેલી વાતોને સાચી રીતે સમજવી હોય તો આ પુસ્તક તમને મદદ કરશે.
છદ્મ અજ્ઞાનના ‘ભાવ’થી કરાયેલી ભક્તિનો કોઈ અર્થ હોતો નથી. સંસ્કૃતિના આખરી સત્યનો ‘પ્રતિભાવ’ છે આ પુસ્તક.
Be the first to review “Pratibhav”
You must be logged in to post a review.