પરિશ્રમની પાંખે
સામાન્ય ગણાતા માણસમાં પડેલી અસામાન્યતાને પ્રેમ કરવો એ મારી સૌથી મજબૂત નબળાઈ છે. ગાંધીજીએ દુનિયાને એવી અનન્ય આત્મકથા આપી કે એ વાંચીને પ્રભાવિત થયેલો સામાન્ય પોતાની કથા લખવાનું માંડવાળ જ કરે. પરિણામે ઘણા સામાન્ય ગણાતા માણસોનાં અસામાન્ય પરાક્રમો પ્રગટ થતાં રહી ગયાં. શ્રી ધીરુભાઈની આત્મકથામાં આવાં કેટલાંય પરાક્રમો પ્રગટ થયો છે. પૃથ્વી પર જીવનારો કોઈ માણસ સામાન્ય નથી હોતો. ગુલાબનું ફૂલ મહત્ત્વનું ભલે હોય, પરંતુ ગલકાંનું ફૂલ પણ ઓછું મહત્ત્વનું નથી. ફૂલ એટલે ફલૂ એટલે ફૂલ ! કોઈ ફૂલ સામાન્ય નથી હોતું. આ આત્મકથા એક એવા ફૂલની છે, જે સામાન્ય નથી. તેથી હું એને આવકારું છું અને ધીરુભાઈને અભિનંદન આપું છું. વાચકો પણ આ આત્મકથાને આવકારશે.
– ગુણવંત શાહ
Be the first to review “Parishram Ni Pankhe”
You must be logged in to post a review.