હેમંતનો હાથ ઠંડો હતો – અને એ ભીના અવાજમાં બોલતો હતો – ‘જે…વી… આદિત્યની મરજી… પણ શોભના મને એવું થાય છે કે – જિંદગીનાં વીતી ગયેલાં વરસો હું તારા વિયોગમાં વિતાવી ગયો પણ હવે પછી – આવનારા આપણા દિવસોમાં – વિયોગ સહન કરી શકીશ કે કેમ?
*
જીવનમાં ક્યારેક એવી સ્થિતિ આવી જતી હોય છે કે જે ચોસલામાં માણસ સ્થિર થયો હોય એની બહાર નીકળીને એ સ્થળાંતર નથી કરી શકતો હોતો. તળાવમાં સ્થિર થઈ ગયેલા પાણીની જેમ–’
*
હવે કોઈ ચિંતા વેશપલટો કરીને સામે ઊભી રહી શકે તેમ નથી…
*
અનરાધાર વરસતા વરસાદ અને અંધકારની વચ્ચેથી પણ એ અજયને ઓળખી ગઈ.
*
રાજેશ અંતાણીની વાર્તાઓ અનુભૂતિજન્ય સંવેદનો, વિશિષ્ટ સંયોગોની વચ્ચે જીવતાં પાત્રો, પરિવેશ – વચ્ચે પાત્રોનાં સંવેદનોને કલાત્મક રીતે અભિવ્યક્ત કરે છે તેમ જ માનવજીવનની અને માનવસંબંધોની ગૂંચને સહજતાથી, સરળતાથી, સૂક્ષ્મ આલેખન સાથે ઉઘાડી આપે છે.




























Be the first to review “Panino Awaj”
You must be logged in to post a review.