કોઈ પણ દૃષ્ટિએ અપંગ વ્યક્તિ માટે સમાજમાં જીવવું ઘણું કપરું હોય છે. એમને સતત અપમાન અને ઉપહાસ સહેવાં જ પડે છે. એટલું જ નહીં, પણ આજેય માનવીના મનમાં ઘર કરી ગયેલી અંધશ્રદ્ધા જીવનના વિકાસને અવરોધતી રહે છે.
જોકે, સંઘર્ષ માનવીને જીવન જીવવાની એક દિશા તો ચીંધે છે, પણ એની સાથે સાથે અપમાન, ઉપહાસ અને અંધશ્રદ્ધા જેવાં તત્ત્વો માનવીના જીવનને રૂંધી નાંખે છે. આમ છતાં આ બધું અવગણીનેય સિદ્ધિ હાંસલ કરનાર તો અનોખા માનવી જ કહેવાય ને! જેમને `પોતાના’ કહી શકાય એવાં લોકોનો સાથ ન મળે તો અપંગ વ્યક્તિનો ચહેરો કેવો કરમાઈ જાય, જીવનમાં કેટલી હદે ઉદાસીનતા વ્યાપી જાય, પરિણામે જીવનમાં એ ક્યારેય પ્રગતિ કરી શકે નહીં, અને એમનું જીવન મૃતઃપ્રાય બની જાય; પરંતુ માતા-પિતા, કુટુંબીજનો તેમ જ અન્ય સગાંસંબંધીઓનો સાથ મળે તો અપંગ વ્યક્તિનું જીવન કેવું સરસ ખીલી ઊઠે, આત્મવિશ્વાસની અને આત્મનિર્ભરતાની કેવી આભા ચમકે એનું જીવતું ઉદાહરણ એટલે આ પુસ્તકમાં સ્થાન પામેલાં વિવિધ જીવનરત્નો!
જેમણે જીવનમાં અનેક ઊંચાઈઓ હાંસલ કરી હોય એવાં અનેક સાચાં ઉદાહરણો અહીં જોવા મળે છે. આવા જ `અનોખા માનવીનું વિશ્વ’ અહીં ઉજાગર કરવામાં આવ્યું છે.
અપંગ માનવીઓની અંદર રહેલી વિરાટ ક્ષમતાઓની આ છલાંગ, આપણા સૌ માટે પ્રેરણારૂપ દાખલો બની શકે છે.
Be the first to review “Nokha Manvio Nu Anokhu Vishwa”
You must be logged in to post a review.