Nishikutumb

Category Novel
Select format

In stock

Qty

અંધકારમાં ધબકતા ઉજાસની કથા.
બહારથી એક દેખાતા સંસારમાં નાનાં-મોટાં વિવિધ પ્રકારનાં સંસાર પોતાનાં નક્કી કરેલા ઘટનાક્રમમાં ધબકી રહ્યાં હોય છે, જીવી રહ્યાં હોય છે, એમાંનો એક સંસાર છે – નિશાસંસાર!
નિશાસંસાર એટલે ચોર લોકોનો સમાજ. સામાન્ય સંસાર અને આ સંસારમાં ફરક એટલો છે કે સામાન્ય સંસારના લોકો દિવસે પોતાનાં જીવનપોષણનાં કાર્યો કરતા હોય છે અને નિશાસંસાર એટલે કે ચોરસંસારના લોકો રાતના સમયે પોતાનાં કાર્યો કરતા હોય છે. જગત આખું રાતના સમયે ઊંઘી જાય, આરામ ફરમાવે તેવા સમયે ચોર પોતાની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહેતો હોય છે. આ અર્થમાં લેખકે ચોરને `નિશાકુટુંબી’ તરીકે ઓળખાવ્યો છે.
ચોરી જેવા કૃત્યને આપણે નિંદાજનક અને ધૃણાસ્પદ કાર્ય ગણીએ છીએ, પરંતુ ચોરની અંદર પણ આપણને આશ્ચર્યચકિત કરી મૂકે એવી માણસાઈની ઝલક જોવા મળે છે. આ નવલકથામાં તમને એક એવા ચોરનો પરિચય થશે, જે ચોર હોવા છતાં પોતાની વૃત્તિ-પ્રવૃત્તિથી તમારી સહાનુભૂતિ જીતી જશે !
`સાહેબ’ તરીકે જાણીતા થયેલા આ ચોરને કાલીમંદિરમાં જઈને એવી પ્રાર્થના શા માટે કરવી પડે છે કે – `મને સાવ ખરાબ બનાવી દો મા ! એકદમ નિષ્ઠુર… દયાહીન !’
કાળમીંઢ અંધકારની ભીતર પણ ઝળહળ થઈ રહેલા ઉજાસની રોમાંચક કથા એટલે `નિશિકુટુંબ’!

SKU: 9789388882934 Category: Tags: , , , ,
Weight0.4 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Nishikutumb”

Additional Details

ISBN: 9789388882934

Month & Year: September 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 448

Weight: 0.4 kg

મનોજ બસુ બંગાળી ભાષાના ખૂબ લોકપ્રિય નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક હતા. તેઓ તેમની નવલકથા ‘નિશિ કુટુંબ’ માટે જાણીતા છે. તેમને આ નવલકથા માટે ‘સાહિત્ય… Read More

Additional Details

ISBN: 9789388882934

Month & Year: September 2019

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 448

Weight: 0.4 kg