Navi Savar

Select format

In stock

Qty

માણસાઈના સાવ જ અજાણ્યા-અણછળ્યા પ્રદેશમાં પ્રવાસ-ખેડ કરતો અણમોલ વિચાર નિબંધોનો સંગ્રહ જૈન શાસ્ત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં વાત આવે છે કે, જે માણસમાં જે ગુણ હોય તે ગુણ તે માણસ બીજામાં જોઈ શકે. જો પોતાનામાં એ ગુણ ન હોય તો સામેવાળા માણસમાં કોઈ ગુણ શોધી કાઢવાનું સામર્થ્ય એમાં ન હોય. વર્તમાન વિશ્વ જે રીતે આંધળી દોટ મૂકી કોઈક અજાણ્યા પ્રવાહમાં ઘસડાઈ રહ્યું છે. એવા ટાણે સામા પૂરે એકલપંડે આગળ વધવું એ તો મીણના દાંતે લોઢાના ચણા ચાવવા બરાબર છે. ત્યાં ‘નવી સવાર’ અજવાળાં પાથરશે. જ્યાં ચારે બાજુ અસભ્ય વાચનનું આભ ફાટ્યું છે ત્યાં પૉઝિટિવ સ્ટોરીઝની એક નાનકડી સરવાણી જગતને અમૃતનું આચમન કરાવે છે. વર્તમાન વિશ્વની સ્થિતિ-પરિસ્થિતિને સ્વ-અનુભવથી અનેક પાસાંઓમાં આકલન કરી વ્યવહારુ રીતે ‘નવી સવાર’માં માનવીની કેટલીક અનિવાર્યતાનો આગ્રહ જોવા મળે છે, તો ક્યાંક પારિવારિક સંબંધોની સુકોમળ સુંદરતા ટકાવવા માટે ચપટી સમજણની એક નમ્ર અપીલ પણ છે. માણસાઈના સાવ જ અજાણ્યા-અણછળ્યા પ્રદેશમાંપ્રવાસ ખેડીને અણમોલ વિચાર નિબંધોનો સંગ્રહ ‘નવી સવાર’ અંતરના અજવાસને ઉઘાડવાનું કામ કરશે એવી શ્રદ્ધા રાખવી યોગ્ય જ છે.

Weight0.18 kg
Dimensions0.7 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Navi Savar”

Additional Details

ISBN: 9789357680578

Month & Year: October 2022

Publisher: R.R. Sheth & Co. ( Agency )

Language: Gujarati

Page: 164

Dimension: 0.7 × 5.5 × 8.5 in

Weight: 0.18 kg

રમેશ પ્રભુરામ તન્નાનું વતન ઉત્તર ગુજરાતનું અમરાપુર ગામ. પત્રકારત્વ વિષયમાં ડિપ્લોમા, ડિગ્રી (સ્નાતક) અને માસ્ટર ડિગ્રી (પારંગત) કર્યા પછી તેમણે બે વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં પૂર્ણ… Read More

Additional Details

ISBN: 9789357680578

Month & Year: October 2022

Publisher: R.R. Sheth & Co. ( Agency )

Language: Gujarati

Page: 164

Dimension: 0.7 × 5.5 × 8.5 in

Weight: 0.18 kg