ગર્દભનો સંદર્ભ
આ સંગ્રહના એક લેખ પરથી સંગ્રહનું શીર્ષક છે. શાહબુદ્દીનનો લેખ હોય એ હાસ્ય ન પ્રેરે તો જ નવાઈ. આપણે વાતવાતમાં કોઈ પણ માણસને ઉતારી પાડવા માટે એને ગધેડા સાથે સરખાવીએ છીએ. પણ ગધેડામાં શાણપણ નથી એવું આપણે માણસો માનીએ છીએ. એવું પણ મેં સાંભળ્યું છે કે ગધેડાઓ જ્યારે અંદર અંદર ઝઘડે છે ત્યારે એને માણસ કહીને ગાળ આપે છે. અને માણસ જે રીતે વર્તન કરતો આવ્યો છે એ રીતે એનામાં પશુનું તત્ત્વ વિશેષ છે અને માણસાઈનું તત્ત્વ લગભગ નહિવત્ છે. માની લો કે ગધેડો થોડો મૂરખ અને નાદાન હોય તો આપણી થોડીક મૂર્ખાઈ અને નાદાનિયત ખોવાઈ ગઈ હોય તો એ પણ રંજનો વિષય છે. કોઈ પણ માણસ સંપૂર્ણપણે શાણો નથી હોતો. જીવનમાં થોડી નાદાનીની પણ જરૂર છે. આપણે જ્યારે થોડીક નાદાની ગુમાવી બેસીએ છીએ ત્યારે લગભગ નિર્દોષતા ગુમાવી બેસીએ છીએ. જો આવી નિર્દોષતા ગુમાવી બેસીએ તો આપણામાંથી એ ગધેડો ગુમાઈ ગયો એનો અહેસાસ આપણને હોવો જોઈએ. કદાચ ગધેડો શાણો પણ હોય અને આપણે આપણામાંથી એ શાણપણનું તત્ત્વ પણ ગુમાવી બેસીએ તો એ ગર્દભવૃત્તિનો પણ લોપ થઈ જાય.
Weight | 0.13 kg |
---|---|
Dimensions | 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789390298389
Month & Year: December 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 136
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.13 kg
Additional Details
ISBN: 9789390298389
Month & Year: December 2020
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 136
Dimension: 5.5 × 8.5 in
Weight: 0.13 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Maro Gadhedo Kyay Dekhay Chhe ?”
You must be logged in to post a review.