ભારતના સૌથી વધુ સન્માનનીય ચિંતક અને લાખો લોકોના રોલમૉડલ એ.પી.જે. અબ્દુલ કલામના જીવનના પ્રેરણાદાયી કિસ્સાઓ
રામેશ્વરમ્ માં ઊછરતા નાનકડા બાળકથી માંડીેન દેશના અગિયારમા રાષ્ટ્રપતિ બન્યા ત્યાં સુધીનું, એ.પી.જે. અબ્દુલ કલામનું જીવન અસાધારણ સંકલ્પશક્તિ, હિંમત, ખંત અને સતત શ્રેષ્ઠતા માટેની ઉત્કટતાનું ઝળહળતું ઉદાહરણ છે. આ પુસ્તક તેમના જીવનની અનેક પ્રેરણાદાયી ઘટનાઓને અને વ્યક્તિઓને પ્રસ્તુત કરે છે કે જેમણે તેમના જીવનમાં અસર કરી અને ઊંડો પ્રભાવ પાડ્યો. ડૉ. કલામે અહીં જેમનો પ્રભાવ તેમના પર સૌથી વધુ હતો તેમની પાસેથી મળેલી પ્રેરણાની લાગણીભીની રજૂઆત કરી છે. તેમના પિતાનો ધર્મપ્રેમ, માતાનો દયાળુ સ્વભાવ અને તેમના રાહબરોની તાલીમ, આ ઉપરાંત તેમના બાળપણના દિવસો, જીવનનો સંઘર્ષ અને તેમાંથી ફરી બેઠા થવાની કવાયત, વિજ્ઞાની બનવાની મહેનત અને ત્યારબાદનાં બલિદાનો, રાષ્ટ્રપતિની ફરજો – આ સઘળું ડૉ. કલામે બહુ નિખાલસતાથી આ પુસ્તકમાં જણાવ્યું છે.
ડૉ. કલામના સંભારણાંને વર્ણવતું અને તેમની પ્રેરણાત્મક જિંદગીને ઈમાનદારીથી રજૂ કરતું આ અદ્ભુત પુસ્તક, તેમનાં જ્ઞાન અને મૂલ્યોથી સમૃદ્ધ જીવનનું દર્શન કરાવે છે. તેમની મહાનતા દર્શાવતા પાસાંઓનું રહસ્ય તમને અહીંથી મળશે.
Be the first to review “Mari Jivanyatra”
You must be logged in to post a review.