સભ્ય સંસ્કૃતિની સૌ પ્રથમ નિશાની
મનનિકા એટલે મનન કરવા યોગ્ય રચના, જેનો હમણાં જ મેં અનુવાદ કર્યો એ રચના અહીં રજૂ કરું છું. આવી બીજી અનેક મનનિકાઓ આ પુસ્તકમાં વાંચો, વિચારો અને તેનું મનન કરો.
વર્ષો પહેલાં માનવશાસ્ત્રી, ‘માર્ગરેટ મિડ’ને એક વિદ્યાર્થીએ પૂછ્યું, “તમારી દૃષ્ટિએ કોઈપણ સંસ્કૃતિમાં સંસ્કારનું સૌ પ્રથમ ચિહ્ન કયું?” વિદ્યાર્થીએ વિચાર્યું’તું કે મિડ માછલી પકડવાનો ગલ, માટીનાં વાસણ અથવા તો દળવાની પથ્થરની ઘંટીની વાત કરશે.
પણ મિડે કહ્યું કે, આદિ સંસ્કૃતિમાં સભ્ય સંસ્કારનું સૌ પ્રથમ ચિહ્ન એ હતું કે પ્રાણીનું થાપાનું ભાંગેલું હાડકું સાજુસમું થયું હોય. પ્રાણીજગતમાં કોઈનોય પગ ભાંગે, તો એનું મરણ નિશ્ચિત. ખતરાથી એ દૂર ભાગી ન શકે, પાણી પીવા નદી સુધી પણ જઈ ન શકે, ખોરાક માટે શિકાર કરી ન શકે અને રખડતા જાનવરોનો ખોરાક બની જાય. ભાંગેલો પગ સાજો થાય ત્યાં સુધી કોઈ પણ પ્રાણી એ સ્થિતિમાં જીવી નહીં શકે.
થાપાનું ભાંગેલું હાડકું સારૂં થઈ જાય એ પૂરવાર કરે છે કે સમય કાઢીને ઈજા પામેલા પ્રાણી સાથે કોઈ રહ્યું હતું અને સલામત જગાએ એને કોઈ લઈ ગયું હતું, એ સાજું થાય ત્યાં સુધી એની સારવાર કરી હતી. આપત્તિ દરમિયાન કોઈને મદદ કરવી એ જ છે સંસ્કૃતિની શરૂઆત.
બીજાની સેવા કરવી એ જ શ્રેષ્ઠ સ્થિતિ છે. સભ્યતાની અને સંસ્કારની એજ સાચી નિશાની છે.
Be the first to review “Mannika”
You must be logged in to post a review.