બાવન સપ્તાહનું જીવનભાથું
આ પુસ્તક મને ગમી ગયું છે. અહીં મોરારિબાપુના વ્યાપક વિચારો છે, એવી પ્રતીતિ વાચકોને પાને પાને થશે. મર્યાદાપુરુષોત્તમ રામની સુગંધ આજે તલગાજરડા ગામમાં ઊગેલા એક માનવપુરુષ દ્વારા વિશ્વવાડીમાં પ્રસરી રહી છે. આ પુસ્તક માત્ર કથાસાર નથી, અહીં સંત તુલસીદાસની સત્ત્વગુણી સુગંધ છે. આવું સુંદર પુસ્તક આપવા બદલ મિત્ર હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લનો આભાર માનવાનું મન થાય છે.
– ગુણવંત શાહ
લખનૌમાં હું કથા કરતો હતો ત્યારે એક સાઇનબોર્ડ નજરે ચડ્યું, ‘જરા મુસ્કુરાઈએ, આપ લખનૌ મેં હૈ’. વાંચતાની સાથે જ હું પણ હસી પડ્યો. ‘સાધુ તો ચલતા ભલા’ કહેવતને મારી તલગાજરડી વ્યાસપીઠ થોડી બદલીને કહેવા માગે છે કે ‘સાધુ તો હસતા ભલા’. હાસ્ય એ હોઠનું ઘરેણું છે અને સાધુ એ સમાજનું ઘરેણું છે.
– મોરારિબાપુ
Be the first to review “Manasmarm”
You must be logged in to post a review.