કાળા સૂરજના રહેવાસી
જૂલે વર્ન
વિશ્વવિખ્યાત લેખક જૂલે વર્ન સ્કોટલૅન્ડ તરફ આકર્ષાયા ન હોત તો આપણને આવી રોમાંચક સાહસોનું દર્શન કરાવતી અદ્ભુત કથા મળી જ ન હોત. આ કથામાં લેખકે કોલસાની ખાણોમાં જીવાતી જિંદગીનું રોમાંચક અને દિલધડક વર્ણન કર્યું છે. કોલસાને સમર્પિત થઈ કોલસાની ઊર્જાને ઉજાગર કરતા ભૂગર્ભ દેશના ખાણિયાઓની અદ્ભુત કથા એટલે જ આ ‘કાળા સૂરજના રહેવાસી.’
જૂલે વર્નના અન્ય કથાસાહિત્યની જેમ આ સાહસકથા પણ વાચકને પ્રત્યેક પળે ‘હવે શું થશે?’ની તીવ્ર જિજ્ઞાસા જગાડવામાં પાર ઊતરી છે. સાહસિકતાનું રોમાંચક અને દિલધડક વર્ણન એ જૂલે વર્નની આગવી વિશેષતા છે.
Be the first to review “Kala Suraj Na Rahevasi”
You must be logged in to post a review.