મનની વાત આગળ વધે છે…
માનવતામાં અડગ વિશ્વાસની વાત
આ પુસ્તકની દરેક સત્ય ઘટના માનવસ્વભાવની સુંદર અને બિહામણી, બંને તસવીર એકસાથે આપણી સામે મૂકે છે. તેમ છતાં અહીં વાત છે આ બધાંથી પણ પર એવી સન્માનથી જિવાતી જિંદગીઓની…
ક્યારેક કોઈનું એક નાનું અમથું સાહસભર્યું પગલું અનેક લોકોને સ્પર્શી જતું હોય છે. સુધા મૂર્તિને પણ એમનાં બાળપણથી લઈને એમનાં કુટુંબ જીવનમાં, મુસાફરીઓ દરમિયાન અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં કામને લીધે એવી અસંખ્ય સત્યઘટનાઓનો હિસ્સો બનવાનું આવ્યું છે. એ જ અનુભવો એમણે અહીં વહેંચ્યા છે એમના સ્પષ્ટ છતાં હૂંફાળા અંદાજમાં… આ પુસ્તકમાં એમણે નિખાલસપણે વાત કરી છે દેવદાસીઓ માટેનાં એમનાં અસાધારણ કામની, એન્જિનિયશરગ કૉલેજમાં એકમાત્ર છોકરી તરીકે પોતે મેળવેલ સંઘર્ષપૂર્ણ સફળતાની અને પોતાના પિતાની ભલાઈના અનપેક્ષિત પણ સુખપૂર્ણ પરિણામની… તો સાથે એમણે ભારતીય લાગતાં શાકભાજી વિષે મેળવેલું અનોખું જ્ઞાન અને માત્ર દેખાવને આધારે અન્યોનું મૂલ્યાંકન કરવાનું માણસનું છીછરાપણું પણ જોયું છે.
આ પુસ્તક એક પ્રતિબિંબ છે આપણી આસપાસનાં જીવનમાં જિવાતાં નાનાં-મોટાં યુદ્ધોનું… સામાન્ય માણસોની એવી આ અસામાન્ય વાતો તમને અનેરી પ્રેરણા આપશે.