‘લગ્ન એક નશો છે એ વાતમાં કોઈ શંકા નથી, પણ આ એક વિચિત્ર પ્રકારનો નશો છે. એ વાતમાં પણ શંકા નથી કે જો આ નશો એક વાર ઊતરી જાય તો જીવનભર પીડા આપતા ઘાવમાં બદલાઈ જાય છે.’ આવું કહે છે છ બાળકોની મા, કર્તવ્યનિષ્ઠ પત્ની અને પ્રસિદ્ધ લેખિકા શોભા ડે. એમનું માનવું છે કે લગ્ન પોતાની અંગત જિંદગી અને પોતાના જીવનસાથી, બાળકો અને સાસરાવાળાની જિંદગી વચ્ચે તાલમેલ સાધીને સમાધાનપૂર્વક જીવવાનું નામ છે. લગ્ન પહેલા અને લગ્ન પછીની પોતાની જિંદગીના બે અલગ અલગ સમયો વચ્ચે સંતુલન જાળવવાનું કામ પડકારજનક છે.
સમાજની આ સૌથી વધુ વિવાદીત સંસ્થા વિશે લખાયેલાં આ રસપ્રદ પુસ્તકમાં શોભા ડે એ કહ્યું કે, લગ્નો શા માટે અને કઈ રીતે સફળ અને નિષ્ફળ થાય છે? સમાજના સ્થાપિત અને રૂઢિવાદી દૃષ્ટિકોણ ઉપર પોતાનો વિદ્રોહી મિજાજ અકબંધ રાખીને એ આજના પરિપ્રેક્ષ્યમાં લગ્નની નવી પરિભાષા આપે છે. વિવાહીત જિંદગીમાં સામાન્ય રીતે ઊભા થતા મુદ્દા, એક તરફ પોતાની અંગત જિંદગી તો બીજી તરફ જીવનસાથી, બાળકો અને કરિયરની વચ્ચે હંમેશાં ઊભી થનારી સમસ્યાઓ, સાસુ-વહુઓની વચ્ચેનો શાશ્વત સંઘર્ષ, સ્પષ્ટતાની જરૂરિયાત, રૉમેન્સનું મહત્ત્વ (ના, પ્રેમના પ્રદર્શનથી તમારું પુરુષત્વ નબળું નહીં પડે!) વગેરે લગ્ન સાથે જોડાયેલા કદાચ જ કોઈ મુદ્દા એવા હશે જેને આ પુસ્તકમાં લેખિકા સ્પર્શ્યા નહીં હોય.
રોમાંચક, માહિતીથી ભરપૂર અને એ બધાથી વધુ વ્યાવહારિક સંબંધો પર લખાયેલું આ પુસ્તક એક સંપૂર્ણ માર્ગદર્શિકા છે. એ બધા જ લોકો માટે જે લગ્નનના નશાને જીવનભર સાચવી રાખવા માગે છે.
જીવન જીવવાની કળા તથા સંઘર્ષોનો સામનો કરવાની શક્તિ કેળવવા માટેની પ્રેરણાત્મક વાતો
Be the first to review “Jeevan Sathi”
You must be logged in to post a review.