વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિનો મૂળ આધાર વેદથી પુરાણ સુધીના હજારો ધર્મગ્રંથો છે, જે શાસ્ત્રો તરીકે ઓળખાય છે. હજારો વર્ષ પહેલાં રચાયેલાં આ શાસ્ત્રોમાં મુખ્યત્વે પરમેશ્વરના સાક્ષાત્કાર માટેનું આધ્યાત્મિક જ્ઞાન આપેલું છે. તેની સાથે ઉચ્ચ કોટિનું મનુષ્યજીવન જીવવા માટે કૌટુંબિક, સામાજિક, ધાર્મિક, નૈતિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય જેવાં મનુષ્યજીવનનાં દરેક પાસાંઓ માટેનાં નીતિ-નિયમો અને માર્ગદર્શન આપેલ છે. તદુપરાંત વિજ્ઞાન, કલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, વૈદક, ખગોળ, ગણિત, વ્યાકરણ, યુદ્ધવિદ્યા, યોગ, જ્યોતિષ, શિલ્પ અને સ્થાપત્ય જેવી અનેક વિદ્યાઓનું તલસ્પર્શી જ્ઞાન પણ આપેલ છે.
છેલ્લાં એક હજાર વર્ષ દરમિયાન વિધર્મી શાસકોએ હિંદુ ધર્મના મહત્ત્વ અને વર્ચસ્વને ખતમ કરવા માટે આ શાસ્ત્રો અને તેના જાણકારોનો નાશ કરવાના સતત પ્રયત્નો કર્યા. શાસ્ત્રોના જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરતાં 10 લાખથી પણ વધુ ગુરુકુળોને યેન-કેન પ્રકારેણ બંધ કરાવી દીધાં. સ્વતંત્રતા પછી પણ પશ્ચિમીકરણ માટેની આંધળી દોડમાં આ શાસ્ત્રોની તદ્દન ઉપેક્ષા કરવામાં આવી છે. પરિણામસ્વરૂપ આજે હિન્દુ ધર્મના લોકો પોતાના જ ધર્મગ્રંથોનાં સંપર્ક અને જ્ઞાનથી વિમુખ થઈ ગયા છે અને મોટાભાગના લોકોને આ ધર્મગ્રંથોનાં જ્ઞાન અને મહત્ત્વ વિશે કોઈ જાણકારી નથી.
વિસ્મૃતિ અને વિલુપ્તિ તરફ જઈ રહેલાં આ શાસ્ત્રોને આજની પેઢી સમક્ષ ઉજાગર કરવાનો એક નમ્ર નાનકડો પ્રયાસ આ પુસ્તક મારફત કરવામાં આવ્યો છે.
સૌથી પ્રાચીન ગ્રંથ વેદથી શરૂ કરીને સૌથી અર્વાચીન ગ્રંથ પુરાણ સુધીમાં કુલ કેટલાં શાસ્ત્ર છે, કયાં કયાં છે, આ શાસ્ત્રો ક્યારે રચાયાં છે, તેના રચનાકાર કોણ છે, દરેક શાસ્ત્રમાં કયા વિષયોનું વર્ણન છે, આ દરેક શાસ્ત્રનું શું મહત્ત્વ છે અને શું ઉપયોગિતા છે એવી વિવિધ માહિતીનું સંકલન આ પુસ્તકમાં સરળ ભાષા અને રસપ્રદ શૈલીમાં રજૂ કરવામાં આવ્યું છે.
Weight | 0.27 kg |
---|---|
Dimensions | 1.2 × 5.5 × 8.5 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9788119644025
Month & Year: August 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 232
Dimension: 1.2 × 5.5 × 8.5 in
Weight: 0.27 kg
Additional Details
ISBN: 9788119644025
Month & Year: August 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 232
Dimension: 1.2 × 5.5 × 8.5 in
Weight: 0.27 kg
Be the first to review “Hindu”
You must be logged in to post a review.