જ્યાં મનમાં નિર્ભયતા છે અને મસ્તક ઉન્નત છે;
જ્યાં જ્ઞાનને મુક્તિની મોકળાશ છે;
જ્યાં સંકુચિત દીવાલો વચ્ચે જગત છિન્નભિન્ન થઈ વિખરાયેલું નથી;
જ્યાં સત્યના ઊંડાણમાંથી વાણી શબ્દરૂપે પ્રગટે છે;
જ્યાં ઝંખનાઓ પૂર્ણતાની દિશામાં થાક્યા વગર આગળ ધપતી રહે છે.
જ્યાં વિવેકનું નિર્મળ ઝરણું જૂની આદતોરૂપી રણની રેતી વચ્ચે માર્ગભ્રષ્ટ નથી થયું;
જ્યાં હે પ્રભુ! સદા વિકસિત વિચાર અને કાર્ય તરફ તું અમને દોરી રહ્યો છે,
એવી સ્વતંત્રતાના સ્વર્ગલોકમાં હે મારા પિતા, તું મારા દેશને જાગ્રત થવા દેજે.
Be the first to review “Gitanjali”
You must be logged in to post a review.