પોતાની શોધનો સમૃદ્ધ વૈભવ
વિનોદ જોશી
ડાયરી એ માત્ર અભિવ્યક્તિનો જ વિષય નથી. એ સ્મૃતિ, સ્વપ્ન અને કલ્પના વડે વાસ્તવિકતામાં પાડેલું વિચારપૂર્વકનું પગલું હોય છે. તેમાંની સંદર્ભજાળ ઉકેલવાનું તેના લખનાર અને વાંચનાર બંનેને ગમી જાય તેવું હોય છે. એક અર્થમાં તે આંતરસંવાદ છે તો બીજા અર્થમાં તે દસ્તાવેજ પણ છે. પોતાને માટે પણ અને પોતાનો પણ. અહીં તે રચ્યો છે દીલુએ. ‘દીલુની ડાયરી’ને હું આ રીતે જોઉં છું. હું તેમાં ખ્યાતિ શાહને સર્જક તરીકે અને દીલુને કથક તરીકે મળું છું. આ બંનેનું સ્પર્ધાયુક્ત સામંજસ્ય મને પ્રસન્ન કરે છે. જીવનનું અર્થઘટન કરવાની દરેકની પદ્ધતિ અલગ હોય છે. પણ દરેકનું લક્ષ્ય તો જીવનનો આનંદ અંકે કરવાનું જ હોય છે. એ દિશામાં જતાં જે કંઈ સાંપડે છે તેનાં લેખાંજોખાં બહુ રસપ્રદ હોય છે. અહીં દીલુના પાત્ર દ્વારા ખ્યાતિ શાહ આપણને તે સંપડાવે છે. સરળ છતાં ગંભીર, કાવ્યાત્મક પરંતુ ભાવોત્તેજક; વિચારદ્રવ્યથી સભર અને સંવેદનાના પુટથી અભિષિક્ત આ ડાયરીના શબ્દો ભાષારૂપમાંથી બહાર નીકળી સર્વસ્પર્શી બની રહે છે તેમાં જ તેનું સાર્થક્ય છે. સરવાળે તો ભાવકે પોતાની શોધ પણ આવી અભિવ્યક્તિમાંથી જ કરવાની હોય છે. આવી શોધની ભરપૂર શક્યતાઓ અહીં પડી છે. તેને જોઈ શકશે તે ભાવક ભાગ્યશાળી હશે. ખ્યાતિ શાહે તો આ સમૃદ્ધ વૈભવ આપણને આપી દીધો છે.
Be the first to review “Diluni Diary”
You must be logged in to post a review.