આ નવલકથા એક એવા નેતાની છે જે એક નેતા કરતાં પણ એક અધ્યાત્મપુરુષ અથવા એક ધર્મગુરુ તરીકે વધારે ખ્યાત છે. ચીનના સામ્રાજ્યવાદને એકલે હાથે પડકારી તિબેટવાસીઓને ‘જાગતા’ કરી, સૌને અહિંસક ક્રાંતિ માટે સાબદા કરવા જેમણે માનવતાની મશાલ પ્રગટાવી છે એવા એક રાજપુરુષના જાહેરજીવનમાં આવતા અનેક ઝંઝાવાતોનો તાદૃશ ચિતાર તમને આ નવલકથામાં માણવા મળશે. એકલવીર દલાઈ લામાને જાણવા અને માણવા અને અનુભવવા માટે વાચકે આ નવલકથા અચુક વાંચવી જ જોઈએ.
જ્યાં સુધી અનંત આકાશ છે,
જ્યાં સુધી ધરતી પર માનવો જીવિત છે,
ત્યાં સુધી દુનિયાનાં દુઃખો દૂર કરવા
હું પણ જીવિત રહીશ.
– દલાઈ લામા
Be the first to review “Dalai Lama”
You must be logged in to post a review.