Crazy Corner

Select format

In stock

Qty

હાસ્ય : જિંદગી જીવી જાણવાની જડીબુટ્ટી!
જીવનમાં છુપાયેલાં હાસ્યને અને હાસ્યમાં છુપાયેલા જીવનને ઓળખવા માટેની ગાઇડલાઇનની શોધમાં જો તમે હો, તો આ પુસ્તક તમારે જરૂરથી વાંચવું પડે!
જિંદગીને જીવનમાં ફેરવવાની અને એ જીવનને જીવી જાણવાની એકમાત્ર રેસિપી કોઈ હોય તો તે છે — હાસ્ય. કદાચ એટલા માટે જ મેડિકલ સાયન્સ હાસ્યને બેસ્ટ ટૉનિક તરીકે પ્રિસ્ક્રાઇબ કરે છે! હસવા પર GST લાગતો નથી, કે નથી એનો કોઈ ચાર્જ ભરવો પડતો, તેમ છતાં આજે મોટાભાગના લોકો હાસ્યને માણી કે પ્રમાણી શકતા નથી.
તમારા હાથમાં જે પુસ્તક છે તેમાંનો દરેક લેખ હાસ્યના શિલાલેખ સમો છે. જુઓ એમાંની કેટલીક ઝલક :
* * *
‘ખરેખર તમે બુદ્ધિશાળી તો છો જ માંકડ!’ જયજયવંતીબહેને આંખ નચાવતાં કહ્યું.
‘સાવ એવુંય ન કહેવાય! જોને, તને પરણી બેઠો છું ને!’
* * *
એક છોકરી વૅલેન્ટાઇન કાર્ડ ખરીદવા દુકાનદાર પાસે ગઈ હોય છે ત્યાં પૂછતી હોય છે : ‘તમારી પાસે એવું વૅલેન્ટાઇન કાર્ડ છે, જેના પર સરસ રીતે લખ્યું હોય કે, તુમ મેરા પહેલા ઔર આખરી પ્યાર હો…’
દુકાનદાર હા કહે છે એટલે છોકરી બોલે છે, ‘ઓકે, તો એમ કરોને, મને આઠેક કાર્ડ આપી દો!’
* * *
લેખ ઊંઘ માટે લખવો હોય કે શોક માટે લખવો હોય, પણ એ લખવા માટે જાગવું જરૂરી છે.
* * *
ટીવીનો યુગ શરૂ થયો પછી ભવાઈ વેશનો યુગ લુપ્ત થવાનો શરૂ થયો.
* * *
લગ્ન વખતે અને એ દિવસો આસપાસ વરરાજાનો સુવર્ણકાળ ચાલતો હોય છે.
કોઈનું મગજ ઠેકાણે ન હોય ત્યારે એને અન્ય કોઈના ઘરનું ઠેકાણું ન પુછાય.
* * *
આ લોકોએ કાર્યક્રમના પાસ સાથે માથાનો દુઃખાવો મટવાની ટેબલેટ ફ્રી આપવી જોઈએ.
આ પુસ્તકમાં ઠેર ઠેર તમને સૂક્ષ્મ તેજદાર, ધારદાર હાસ્ય માણવા મળશે!
* * *

Weight0.23 kg
Dimensions5.50 × 8.50 in
Year

Month

Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Crazy Corner”

Additional Details

ISBN: 9789361970467

Month & Year: March 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 206

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.23 kg

Additional Details

ISBN: 9789361970467

Month & Year: March 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 206

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.23 kg