આપણે આજીવન એ શીખવાનો પ્રયાસ કરીએ છીએ કે પ્રેમ શું છે? હકીકતે પ્રેમ શું નથી તેનું વધારે સ્પષ્ટીકરણ હોવું જોઈએ. આપણને પ્રેમ વિશે વાતો કરવી ગમે છે પણ તેનો અમલ કરવો નથી ગમતો. આપણે મોટિવેશનલ પર્સનાલિટીઝ પાસે જઈને હજારો રૂપિયા ફી ભરીને આર્ટ ઑફ લિવિંગ શીખીએ છીએ. જીવન કેવી રીતે સારું બનાવી શકાય તેના પાઠ શીખીએ છીએ. જીવન સારું જીવવા માટે આર્ટ ઑફ લિવિંગ કરતાં Art ઑફ Loving જરૂરી છે. બે વ્યક્તિ વચ્ચેના સંબંધમાં પ્રેમ અને સ્નેહ જળવાય તો બધું આપોઆપ જળવાઈ જાય છે. આપણને પ્રેમ આપવા કરતાં પાછો મેળવવામાં વધારે રસ હોય છે. જો પ્રેમ આપીને ભૂલી જઈશું તો સમયાંતરે તે આપોઆપ પાછો મળશે. જીવનમાં આર્ટ ઑફ લિવિંગ શીખવા કરતાં Art ઑફ Loving શીખવું જોઈએ. તે માત્ર પતિ અને પત્નીના જ નહીં પણ સમાજવ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ સંબંધોને સુમધુર બનાવે છે.
આ પુસ્તક દ્વારા આપણે સૌ સ્નેહની ઑક્સિજન કિટ પહેરીને સમાજના સાગરમાં ડૂબકીઓ લગાવતાં રહીશું અને માણસાઈનાં મોતી મેળવતાં રહીશું. તો આવો, આપણે ‘Art ઑફ Loving’ વાંચીને પારિવારિક સંબંધોને સુમધુર બનાવવાની દિશા તરફ પ્રયાણ કરીએ….
Be the first to review “Art Of Loving”
You must be logged in to post a review.