દરિયાપારની સંવેદના કથા
ન્યૂયોર્ક જેવું શહેર અને એમાંય હડસન જેવી નદી…. ને આ રોમેન્ટિક બેકડ્રોપમાં આકાર લેતી એક્સાઈટિંગ કથા એટલે “આમંત્રિત“.
યુવાન ઈન્ડિયન–અમેરિકન પાત્રોનાં વેસ્ટર્ન અભિગમ છતાં તેમની વચ્ચેના અનોખાં સંબંધોનું અહીં સંવેદનાસભર પ્રતિબિંબ છે. સુશિક્ષિત અને સહૃદયી યુવક–યુવતીઓ મૉડર્ન છે ને સાથે જ મૂલ્યોથી પણ સભાન છે. પિતા અને સંતાનો વચ્ચેનાં સંબંધો તથા ત્રણ યુગલોના સહજ–પ્રસન્ન પ્રેમની આ કથા છે.
વળી, ન્યૂયોર્ક શહેરના જીવનની વાસ્તવિકતા, અનુભવો અને સંવેદનાની અહીં સુંદર ગૂંથણી થઈ છે. આ કથા ખરા અર્થમાં ન્યૂયોર્ક શહેર માટેનું પ્રેમ–ગીત છે.
પ્રેમના નિ:શબ્દ આમંત્રણનો પડઘો પાડીને, સમજણ અને સંજોગોને વીંધીને આરપાર નીકળતી પ્રણયકથા એટલે “આમંત્રિત”.
Be the first to review “Aamantrit”
You must be logged in to post a review.