::સાસુ-વહુના મીઠા સંબંધનો શિલાલેખ::
પૃથ્વી પર માનવજીવનનો આરંભ થયો ત્યારે એક દિવસ આદમે ઇવને પૂછ્યું : `તું હંમેશાં આટલી ખુશ અને પ્રસન્ન કેમ રહે છે?’ ત્યારે ઇવે સ્મિત સાથે કહ્યું, `મારે સાસુ નથી!’
લગ્ન સંસ્થાની શરૂઆત થઈ હશે ત્યારથી આજદિન સુધી, સૌ સંબંધોમાં એકમાત્ર સાસુ-વહુનો સંબંધ ચર્ચાસ્પદ અને બહુચર્ચિત રહ્યો છે.
આ પુસ્તકમાં લેખકે સાસુ-વહુના સંબંધોમાં ભીનાશ, લીલાશ અને મીઠાશ કેવી રીતે પ્રગટી શકે છે તેનું એક અનોખું પ્રિસ્ક્રિપ્શન રજૂ કર્યું છે. એક વહુ પોતાની સાસુને માત્ર `સાસુ રૂપે’ નહીં જોતાં `મા રૂપે’ જુએ છે અને પોતે પરણીને જે ઘરમાં આવી છે એ ઘરની સૌ વ્યક્તિઓનાં હૃદયમાં કોઈની દીકરી બનીને, કોઈની બહેન બનીને, કોઈની ભાભી બનીને, કોઈની પત્ની તો કોઈની મા બનીને રહેવાનો જે Road-Map બતાવ્યો છે, એ આજના અને આવી રહેલા સમાજના પારિવારિક સંબંધોની બુનિયાદને એટલી મજબૂત બનાવી દેશે કે અમુક સમયના અંતર પછી શક્ય છે કે ફૅમિલી કોર્ટો તો બંધ થઈ જ જશે, ધીમેધીમે અન્ય કોર્ટોનો બોજો પણ હળવો થઈ જશે.
તમારા ઘરને Sweet Home બનાવવાનું તમે વિચારતા હો, તો આ પુસ્તક વાંચો, વંચાવો અને જન્મદિવસ, ઍનિવર્સરી કે લગ્ન જેવા માંગલિક અવસરો પર સ્નેહીજનોને ભેટમાં આપશો તો સંબંધસંજીવનીનું દાન કર્યા જેટલો આનંદ તમને તો મળશે જ, દાન સ્વીકારનારને પણ મળશે.
ક્યારેય ન લખાયું હોય એવું સાસુ-વહુના સંબંધોની ખાટીમીઠી વાતો કહેતું આ અદ્ભુત પુસ્તક, પૂરા સમાજમાં કુળવધૂઓના સંબંધની સુવાસને યાવદ્શ્ચંદ્રદિવાકરૌ પ્રસરાવતું રહેશે!
Be the first to review “Kulvadhuona Sambandhni Suwas”
You must be logged in to post a review.