ભારતીય પોલીસ – મારી દૃષ્ટિએ
જો આપણે બધાં આપણી પોતાની જાત માટેનાં પોલીસ બનીએ તો કેવી મોટી રાષ્ટ્રીય ક્રાંતિ થાય!
`પોલીસનું કામ છે સુધારણાની સત્તા, અગમચેતીથી ધરપકડ કરવાની સત્તા અને શિસ્તપૂર્વક કાનૂન-વ્યવસ્થાની ગોઠવણ કરવાની સત્તા ધારણ કરવી. માનવહકોની સુરક્ષા કરનાર આ વિભાગ છે, તો તેનો ભંગ કરનાર પણ આ જ વિભાગ છે’ – 1994માં રામોન મૅગ્સેસે ઍવૉર્ડ સ્વીકારતી વખતે આપેલાં ભાષણમાં કિરણ બેદીએ આ શબ્દો કહ્યાં હતાં.
`આમ તો પોલીસ સેવાઓ ભારતમાં વધુ કડક અને મુશ્કેલ બનતી જાય છે. તેમને સરળ અને અસરકારક ત્યારે જ બનાવાય જ્યારે તેઓ પોતાની સેવાઓને સત્ય અને અહિંસાના માર્ગે દોરી જાય. આ સેવાઓને યોગ્ય માર્ગે વાળવાની ખૂબ આવશ્યકતા છે અને તેમ કરવામાં દૂરંદેશી તથા સમર્પિતતા જરૂરી છે.’
પોતાની તાજગીભરી શૈલીમાં કિરણ બેદી અહીં વિવિધ વિષયો આવરી લેતા પોતાના વિચારો આપણી સાથે વહેંચે છે, જેને લીધે તેઓ પોતે ઘણીવાર ક્રોધ, પ્રેરણા કે મુગ્ધતા જેવી ભાવનાઓ અનુભવે છે. આ પુસ્તક લેખકના એવાં અવિરત પ્રયાસોનું વૈચારિક ભાથું છે, જે પોલીસ સેવા સાથે સંકળાયેલાં આપણને સ્પર્શતા સામાજિક અને નૈતિક મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે.
Be the first to review “Bharatiya Police : Mari Drashtie”
You must be logged in to post a review.