ધર્મ એટલે શું?
ધર્મ અંગેની સાચી સમજ મેળવવા માટે આજના સમય જેટલો યોગ્ય સમય કદાચ કોઈ નથી. ધર્મના નામે ચાલતા ઝઘડા, યુદ્ધો અને પોષાતી અંધશ્રદ્ધા કદાચ આજના જેટલી અગાઉ ક્યારેય ન હતી. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે ધર્મ અંગેની સાચી સમજ જો યુવાવર્ગને આપવામાં આવે તો આપણી આ પેઢી જ નહીં પણ આવતી અનેક પેઢીઓ આપણો ઉપકાર ક્યારેય નહીં ભૂલે.
ધર્મ શબ્દ બહુ જ વ્યાપક છે. તેનો યોગ્ય પ્રમાણમાં પર્યાય મળવો મુશ્કેલ છે, પરંતુ આપણે જો ‘ધર્મ’ શબ્દને ‘ગુણધર્મ’ શબ્દથી સમજવાનો પ્રયત્ન કરીએ તો દરેક પશુ, પક્ષી, વૃક્ષ અને મનુષ્યથી માંડીને સંસારની દરેક વસ્તુનો એક ધર્મ હોય છે. સળગાવવું આગનો ધર્મ છે તો બુઝાવવું તે પાણીનો ધર્મ છે. ફૂલનો ધર્મ ખુશ્બૂ આપવાનો છે તો માનો ધર્મ પોતાના બાળકને સ્નેહ આપવાનો છે. એટલે સહેજ વિશાળ અર્થમાં જોઈએ તો જેનો જે ધર્મ છે તે તેમને કરવાનું કર્તવ્ય છે. આમ ધર્મ એટલે કર્તવ્ય તેમ અર્થ કરી શકાય.
અહીં જણાવેલા વિવિધ ધર્મો અંગે વાંચવાથી આપણને એક વાત સ્પષ્ટ જણાઈ આવશે કે દરેક ધર્મનું લક્ષ્ય એક જ છે. ફક્ત રસ્તાઓ જુદા છે. કોઈ પણ એક રસ્તો તમે પસંદ કરશો એટલે એ પરમતત્ત્વને પામશો, જેને પામવાની તમને ઝંખના છે…
ધર્મ કેવળ એક છે, ભલે તેનાં સેંકડો રૂપાંતરો હોય.
– જ્યોર્જ બર્નાડ શૉ
Be the first to review “Vishva Na Dharmo”
You must be logged in to post a review.