નારી તો નાજુક અને કોમળ હોય કે ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ અથવા ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ – જેવી ગઈ સદીની વાતો હવે ભૂતકાળ બની ગઈ છે.
એક સમયે સમાજમાં પાછળ ધકેલવામાં આવેલી એ દીકરી, સ્ત્રી, નારી કે મહિલા આજે વિશ્વમાં દરેક ક્ષેત્રે હરણફાળ બનીને પુરુષ સમોવડી કે અમુક બાબતોમાં તો પુરુષ કરતાં પણ આગળ નીકળી ગઈ છે.
આજની આધુનિક સદીમાં એવું કોઈપણ ક્ષેત્ર નથી કે જેમાં મહિલાઓએ તેમનું મૂલ્યવાન પ્રદાન કર્યું ન હોય. એવું જ એક પડકારજનક ક્ષેત્ર છે અંતરિક્ષ.
આપણી ભાવિ પેઢી અંતરિક્ષ ક્ષેત્રે નામના મેળવશે એ વાતમાં હવે કોઈ શંકા રહી નથી. ભારતીય મૂળનાં કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં જઈને ઉમદા કાર્ય કરી આવ્યાં છે.
અંતરિક્ષમાં અત્યાર સુધી પોતાના કાર્ય દ્વારા વિરાટ પ્રદાન તથા વિવિધ સિદ્ધિઓ મેળવનાર મહિલા અંતરિક્ષયાત્રીઓ વિશે આ પુસ્તકમાં વાત કરવામાં આવી છે. ભારતની યુવા પેઢી તેમાંથી પ્રેરણા મેળવશે એવી આશા છે.
ગુજરાતી ભાષામાં વિશ્વનાં મહિલા અંતરિક્ષયાત્રીઓની વાતો કહેતું આ સૌપ્રથમ પુસ્તક આપ સૌની માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાત્મક છે.
Vishvana Mahila Antarikshyatree
Category New Arrivals, August 2024, Biography, Inspirational, Latest
Select format
In stock
Binding | Paperback |
---|
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789361977176
Month & Year: August 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 190
Additional Details
ISBN: 9789361977176
Month & Year: August 2024
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 190
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Vishvana Mahila Antarikshyatree”
You must be logged in to post a review.