આપણા જીવનમાં કંઈ કેટલીયે ઘટનાઓ બસ એમ જ અકસ્માતે બનતી હોય છે, જેની આપણે ક્યારેય કલ્પના ન કરી હોય તેવી વાત નજરોનજર ભજવાય ત્યારે અચંબો થાય જ ને? આવા અચંબાઓ જ કદાચ જીવન હશે. જીવનમાં બનતી આવી અમુક ઘટનાઓ જોતાં મને લાગે છે કે ક્યારેય કશું આપણું ધાર્યું થતું જ નથી અને જે થવાનું હોય છે તે જ થતું આવ્યું હોય છે. આપણે તો ઘણીવાર માત્ર ચૂપ રહેવાનું જ આવતું હોય છે.
ન કહેવાય ન સહેવાય એવી મનમાં રહી ગયેલી વાતો, વિચારો, સંસ્મરણો અને લાગણીને લખવાનું શરૂ કર્યું પણ કદી એ લખાયેલા પત્રોને પોસ્ટ કર્યા નહીં. મારી લાગણીઓને આ ‘Unposted લેટર્સ’ મારફતે અનોખી વાચા મળી… અને પછી તો અન્ય ઘણા વિષયો મળતાં જ ગયા અને પત્રો લખાતાં જ ગયા. સાંપ્રત સમસ્યાઓ, નગરજનોની વેદના, સહન કરવાની ક્ષમતા ઓળંગીને અંદરથી સળગી ઊઠીએ એવાં અનેક પ્રશ્નો, મૂંઝવણોની ખુલ્લા મને અહીં વાત કરી છે. આપણાથી બોલી શકાતું નથી, ફરિયાદ થઈ શકતી નથી અને વળી સહી પણ શકાતું નથી તેવી આમપ્રજાની વ્યથા મારા ‘Unposted લેટર્સ’માં મેં લખવાનો પ્રયત્ન કર્યો છે.
કદાચ મારા આ કાગળો યોગ્ય સરનામે વંચાઈ જાય અને તેને વાંચીને વાચકને સમજાઈ જાય કે તેણે ખરેખર શું કરવું જોઈતું હતું? અને કોઈક એકાદના જીવનમાં પણ ઉજાસ આવી જાય તો પણ મારી મહેનત સિદ્ધ ગણાશે.
– અશોક દામાણી
Be the first to review “Unposted Letters”
You must be logged in to post a review.