Tame Jano Chho ?

Select format

In stock

Qty

આસપાસની વનસ્પતિ, જીવજંતુઓ, આકાશનાં રંગો, સાગરની અજાયબીઓ, રોકેટ અને રેડિયોની રચના વગેરે વિષે આપણાં બાળકોને જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે. પૃથ્વીના પેટાણમાં શું હશે? પાંદડાનો રંગ લીલો શાથી હોય છે? ફૂલોમાં સુગંધ ક્યાંથી આવી છે? તમારું હૃદય ક્યારે આરામ કરે છે? આવા અનેક પ્રકારના પ્રશ્નો આજનાં બાળકો ઘણીવાર માતાપિતાને, શિક્ષકોને કે અન્ય પરિચિતોને પૂછતાં હોય છે. તેમનામાં જાગૃત થયેલી જિજ્ઞાસાવૃત્તિ પોતાની આસપાસ જે કાંઈ બની રહ્યું છે તે વિષે જાણવા માટે તેમને પ્રેરે છે. બાળકો આસપાસના બનાવોને વૈજ્ઞાનિક રીતે સમજે અને તેમના ઘડતરમાં તેનો ઉપયોગ થાય તે જરૂરી છે. આ માટે બાળકના મનમાં ઊઠતા આવા પ્રશ્નોના વૈજ્ઞાનિક ઉત્તરો તેમને મળવા જોઈએ.
ગુજરાતી ભાષામાં આ જરૂરિયાત પૂરી પાડે તેવું સાહિત્ય બહુ ઓછું છું. ઝડપથી વિકસતી વિજ્ઞાનની દુનિયામાં, માનવીના રોજિંદા જીવનને સ્પર્શતી અનેક બાબતો વિષે સાદી અને સરળ ભાષામાં લખેલાં સાહિત્યની ખૂબ જરૂર છે. બાળકોની વાચનભૂખ પણ ધીમે ધીમે ઊઘડતી જાય છે. તે સમયે બાળકોનો વિજ્ઞાનના વિષયમાં રસ જાગૃત થાય અને આસપાસની સૃષ્ટિની કેટલીક પાયાની માહિતી તેમને મળે તેવી વિજ્ઞાનની કેટલીક સાદી વાતો, ગુજરાતી બાળકો સમક્ષ રજૂ કરવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે.

SKU: 9789351224525 Category: Tags: ,
Weight0.1 kg
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Tame Jano Chho ?”

Additional Details

ISBN: 9789351224525

Month & Year: July 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Weight: 0.1 kg

Additional Details

ISBN: 9789351224525

Month & Year: July 2016

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Weight: 0.1 kg