શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોનો હંમેશા પ્રયત્ન રહે છે કે વાંચન, લેખન તથા શિક્ષણની નવી પદ્ધતિઓને અપનાવી શ્રેષ્ઠતમ પરિણામ મેળવી શકાય. ઉપરાંત, ઉપલબ્ધ પદ્ધતિઓનો ભરપૂર ફાયદો ઉઠાવી ધારણા મુજબના પરિણામ મેળવી શકાય.
વર્ગમાં પણ દરેક શિક્ષકનો સતત પ્રયાસ રહે છે કે વિદ્યાર્થી એને સમજે તથા નિર્ધારિત લક્ષ્યને સફળતાથી પ્રાપ્ત કરી શકે. શિક્ષક-વિદ્યાર્થીનો સંબંધ, પ્રયાસ અને પછી સફળતાની પરંપરા આપણા દેશમાં સદીઓથી ચાલતી આવી છે અને આજે પણ એક નવા રૂપમાં વિદ્યમાન છે. આ પુસ્તક એક શિક્ષકના સહયોગીના રૂપમાં આપણી સમક્ષ આવ્યું છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે એક શિક્ષકના મનમાં ઊઠતા અનેક પ્રશ્નોનો ઉત્તર આપવાનો નમ્ર પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
આ પુસ્તકમાં શિક્ષકના મનને વિભિન્ન ઉદાહરણ દ્વારા જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જ્યારે એક શાંત તળાવમાં પથ્થર ફેંકવામાં આવે છે ત્યારે તરંગો ઊઠે છે. તે તરંગો કિનારા તરફ આગળ વધે છે અને ત્યાં જઈને શાંત થઈ જાય છે. શિક્ષકના મનમાં ઊઠતા આવા તરંગોને એક કિનારો પ્રદાન કરવાનો પ્રયત્ન આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ પ્રકરણો – શિક્ષકનું સુવક્તા હોવું, વિષયનું સંપૂર્ણ જ્ઞાન, સમયની માંગ વગેરે માત્ર પ્રકરણ જ નહીં પણ આંખ ઉઘાડનારા સત્ય છે.
Weight | 0.09 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351224884
Month & Year: October 2016
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 80
Weight: 0.09 kg
Additional Details
ISBN: 9789351224884
Month & Year: October 2016
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 80
Weight: 0.09 kg
Be the first to review “Shreshth Shikshak Kai Rite Thavay ?”
You must be logged in to post a review.