જિજ્ઞાસાથી અનુભૂતિ તરફની યાત્રા
વિવિધ શાસ્ત્રોએ આત્માને પરમાત્માનો પર્યાય માન્યો છે, પ્રત્યેકના જીવમાં જ શિવદર્શનનો મહિમા ગાયો છે અને નિજત્વમાં જ નિરાકાર શિવત્વનો સાક્ષાત્કાર સ્વીકાર્યો છે એવા નિર્ગુણ અને નિરાકાર શિવને સમજવા માટેનાં સાત રહસ્યો આ પુસ્તકમાં, દીવો પ્રગટે એમ પ્રગટ્યાં છે!
વ્યક્તિ શિક્ષિત હોય કે અશિક્ષિત, સંસારી હોય કે સંન્યાસી, સિક્સ્ટીન પ્લસ હોય કે સિક્સ્ટી પ્લસ હોય, એને દેવોના દેવ મહાદેવ વિશે જાણવાનું કુતૂહલ થાય એ સંસ્કારસહજ છે.
મિત્રો, તમને કોઈપણ શિવમંદિરમાં પ્રવેશતાં જ પ્રશ્ન થતો હશે કે શિવલિંગનો સાચો અર્થ શું છે? પોતાના દેહ પર ભસ્મ ચોપડવા પાછળ શિવનું કયું રહસ્ય છુપાયું છે? શિવજીએ પોતાના હાથમાં ડમરું અને માનવખોપરી કેમ ધારણ કર્યાં છે? કે પછી પોતાના તાંડવનૃત્ય દ્વારા શિવજીએ માનવજાતને કયો સંદેશો પૂરો પાડ્યો છે?
આ અને આવા અનેક કુતૂહલપ્રેરક પ્રશ્નોના વૈજ્ઞાનિક ઉત્તરો તમને આ પુસ્તકમાં ખૂબ જ સાદી, સરળ અને સહજ ભાષામાં જોવા – અને વાંચ્યા પછી અનુભવવા મળશે!
આપણી સંસ્કાર અને સાંસ્કૃતિક વિરાસતનો ઉત્તમ ખજાનો એટલે શિવનાં સાત રહસ્યો!
Be the first to review “Shiv Na Saat Rahasyo”
You must be logged in to post a review.