સમગ્ર વિશ્વમાં ક્યારેય નહીં જોવા મળેલ એવા ત્વરિત પરિવર્તનો થઈ રહ્યાં છે. વિજ્ઞાન કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે. અનેક અવનવા સંશોધનો થઈ રહ્યાં છે. જ્ઞાનના વિસ્ફોટ સાથે જ્ઞાન-વિજ્ઞાનની સીમાઓ વિસ્તરીને માનવીના દૈનિક જીવનને સ્પર્શી રહી છે. તેથી જ તેની સાથે કદમ મિલાવવા માટે શાળાના અભ્યાસક્રમમાં પણ વિજ્ઞાનને આગવું અને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ પાઠ્યપુસ્તક અને ચીલાચાલુ શિક્ષણ પદ્ધતિની મર્યાદાને કારણે બાળકોની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાતી નથી અને જ્ઞાનભૂખ ભાંગતી નથી.
વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિ વિકસે અને સંતોષાય, વલણ વિસ્તરે અને રસ કેળવાય એટલું જ નહીં, પરંતુ બાળક પ્રથમથી જ આસપાસની સમગ્ર સૃષ્ટિનાં અંગ-ઉપાંગોને વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોતાં, જાણતાં અને માણતાં શીખે અને તેનામાં સહજ રીતે જ્ઞાનવૃદ્ધિ થતી રહે તે આવશ્યક છે. તેથી આપણા શરીરની અદ્ભુત રચનાનો પરિચય કરાવતું આ વિશિષ્ટ સચિત્ર પુસ્તક સરળ અને રુચિકર ભાષામાં પ્રગટ કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને તે ગમશે અને તેમને પ્રોત્સાહક, જ્ઞાનવૃદ્ધિદાયક અને સ્વયંશિક્ષણ તરફ લઈ જવા પ્રેરશે એવી શ્રદ્ધા છે.
Be the first to review “Sharir Parichay”
You must be logged in to post a review.