જીવન એક પાઠશાળા છે…
બુદ્ધત્વને પ્રાપ્ત વ્યક્તિ પરમ સાગરમાં ડૂબી ગયો હોય છે. જે આનંદ તમે શોધી રહ્યાં છો, તે તેને મળી ગયો છે.
આ જીવન તો તમે પરિપક્વ થઈ જાઓ એટલા માટે છે. આ જીવનમાં સુખ-દુઃખ, આ જીવનની પીડાઓ, આ જીવનનો આનંદ જે કાંઈ છે, તે આપણને સજાગ રાખવા માટે છે.
તમે જોયું હશે કુંભાર ઘડો બનાવે છે, એક હાથ ભીતર રાખે છે, એક હાથ બહાર રાખે છે. ચાક પર ઘડો ફરતો રહે છે, કુંભાર થપેડા મારવાનું બંધ કરી દે છે. પછી ઘડાને પકવવા માટે અગ્નિમાં નાંખે છે. જ્યારે ઘડો પાકો થઈ જાય છે પછી તેને ન તો થપેડા મારવાની જરૂર છે, ન અગ્નિમાં નાંખવાની જરૂર છે.
સંસારમાં તમે જ્યારે પાકી જશો, ત્યારે પરમાત્માનો પરમ રસ તમારામાં ભરાઈ જશે. તમે પાત્ર બની જશો. પછી કોઈ જરૂરત નહીં રહે.
-ઓશો
Be the first to review “Sansar Na Sutro”
You must be logged in to post a review.