સંવેદના… શબ્દથી આપણે સમજી જઈએ કે લાગણીઓની વાત છે. માણસનું શરીર ચાલતું રહે તે માટે તેના શરીરમાં લોહીનું સતત પરિભ્રમણ ચાલતું રહે છે. તેવી જ રીતે સંબંધ ચાલતો રહે તે માટે તેમાં સતત સંવેદનાનું પરિભ્રમણ પણ થતું રહેવું જરૂરી છે. સંવેદનાનું પરિભ્રમણ જ સંબંધોના શ્વાચ્છોશ્વાસને ચાલુ રાખે છે. આ પૃથ્વી ઉપરના કોઈપણ સજીવ સાથે જોડાવા માટે લાગણી જોઈએ. જાણીતાને મદદ કરવા માટે તો બધા તૈયાર હોય છે પણ અજાણી વ્યક્તિને મદદ કરવા સંવેદના જોઈએ. સંવેદના એટલે બંને પક્ષે સમાન રીતે અનુભવાતી વેદના. તમારા હાથમાં ઈજા થાય તો તેની વેદના તમને વધારે જ હોવાની પણ તમારા ચહેરા ઉપર જણાતી વેદનાને જાણીને અન્ય વ્યક્તિ તમારી સારવાર કરાવે તો તે સંવેદનાનો સંબંધ છે. સંવેદના વગર કોઈ સંબંધ લાંબું ટકતો જ નથી. મોટાભાગના સંબંધો સ્વાર્થ સાથે જોડાયેલા હોય છે. સંવેદના નદી ઉપરના પુલ જેવી નિઃસ્વાર્થ છે. બંને છેડેથી લાગણીઓની આવનજાવન ચાલતી જ રહે છે. માણસ એક સમયે ‘વેદ’ ના જાણે તો ચાલી જાય પણ ‘વેદના’ જાણી જાય તો સમાજનું કલ્યાણ થઈ શકે.
સંબંધોની સફર માણતાં રહેવા માટે આપણે સૌ ‘સંબંધ સંવેદનાનો’ થકી સંવેદનાનો સેતુ રચવા તરફ પ્રયાણ કરીએ…
Be the first to review “Sambandh Samvedanano”
You must be logged in to post a review.