કેટલાક અભિપ્રાયો
આ ગ્રંથના પ્રકાશન જેવા પ્રયાસો જ આપણી શિક્ષણની ઇયત્તાને જાળવી રાખશે એમાં શંકા નથી… રાજ્ય સરકારે એના પ્રત્યેક ખાતામાં આની નકલો આપવી જોઈએ અને અનુદાન લેતી બધી શિક્ષણ સંસ્થાઓ આ કોશની નકલો ખરીદે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, તેવું આ કોશનું માળખું જોતાં અને તેની ઉપયોગિતા જોતાં કહી શકાય. આપણી ગુર્જરગિરામાં આવા કોશની ખોટ વર્તાય છે અને તે ખોટ પૂરી છે ડૉ. મફતલાલ ભાવસારે. લાઘવ આ કોશનું ઊડીને આંખે વળગે તેવું લક્ષણ છે… એમણે ગાગરમાં સાગરને સમાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.
– ડૉ. રસેશ જમીનદાર
પ્રસ્તુત પર્યાયકોશ એ ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનો પ્રથમ કોશ છે. સામાન્ય નાગરિકને પણ એટલો જ ઉપયોગી છે… વૈજ્ઞાનિક પદ્ધતિએ તૈયાર થયેલો કોશ હરકોઈ ગ્રંથાલયની શોભા બની રહેશે.
– ડૉ. રમણલાલ જોશી
પ્રો. ડૉ. મફતલાલ ભાવસારનો `પાયાનો પર્યાયકોશ’ ભલે નાનો હોય, કિંતુ ગુજરાતી કોશ-સાહિત્યના ઇતિહાસમાં નવી ભાત પાડનારો કોશ છે. – કે. કા. શાસ્ત્રી
ગુજરાતીના પહેલા થિસૉરસ તરીકેનું ગૌરવ લેવું હોય તો તે મફતલાલ ભાવસારનો પર્યાયકોશ લઈ શકે એમ છે. ભાવસારે પોતાનો કોશ વ્યવહારમાં વધુ ઉપયોગી કેમ થાય તે ઇરાદાથી કામ કર્યું છે, જે થિસૉરસનો સાચો હેતુ છે. ભાવસારે નાના ગ્રંથમાં વધુ સઘન પદ્ધતિએ કર્યું છે.
– યશવંત દોશી
ગુજરાતીમાં પહેલી વાર `પાયાનો પર્યાયકોશ’ મફતભાઈએ આપ્યો. એ પર્યાયકોશ તેમણે તૈયાર કરેલો માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કૉલેજના વિદ્યાર્થીઓ માટે, પરંતુ તે શિક્ષકો-અધ્યાપકો, કવિઓ-લેખકો-અનુવાદકો, પત્રકારો ને વકીલો વગેરેનેય કોઈને કોઈ રીતે ઉપયોગી થયો. તેની તેથી બે આવૃત્તિઓ તો થઈ ગયેલી. હવે આ ત્રીજી સંશોધિત-સંવર્ધિત આવૃત્તિ આપની સમક્ષ છે.
– ચંદ્રકાન્ત શેઠ
Weight | 0.2 kg |
---|---|
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789351227557
Month & Year: March 2018
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 232
Weight: 0.2 kg
Additional Details
ISBN: 9789351227557
Month & Year: March 2018
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 232
Weight: 0.2 kg
Be the first to review “Paya No Paryaykosh”
You must be logged in to post a review.