આપણાં બાળકોમાં પણ પોતાની જાતે કંઈક કરીને નવું નવું જાણવાની જિજ્ઞાસા વિપુલ પ્રમાણમાં હોય છે; પરંતુ ઘરનું વાતાવરણ, શાળામાં ભણાવવાની પદ્ધતિ અને વાલી તથા શિક્ષકોનાં વલણ વગેરે કારણોને લઈને ધીમે ધીમે જિજ્ઞાસાવૃત્તિ મંદ થઈ મૃતપ્રાય થઈ જાય છે. તેને બદલે જો યોગ્ય ઉંમરે આ વૃત્તિને યોગ્ય પોષણ મળે અને સાચી દિશામાં તેને વાળી શકાય, તો આપણા દેસમાં અસંખ્ય ‘જગદીશચંદ્ર બોઝ’, ‘ભાભા’ કે ‘વિક્રમ સારાભાઈ’ પેદા થઈ શકે એમાં જરા પણ શંકાને સ્થાન નથી.
રોજનાં વપરાશનાં સાધનોની પહેલવહેલી શોધ ક્યારે થઈ? કોણે કરી? તેની રચનામાં કેવા કેવા ફેરફાર થતા ગયા? આવા પ્રશ્નો સહેજે બાળકોનાં મનમાં ઊઠે છે. આ પુસ્તિકામાં આવી શોધોનો ઇતિહાસ અને આજ સુધીનો તેનો વિકાસ ટૂંકમાં આપવામાં આવ્યો છે.
આપણાં બાળકોને માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરવામાં મદદરૂપ થાય તેવું સાહિત્ય તેમના હાથમાં મૂકવાની તીવ્ર ઇચ્છામાંથી આ પુસ્તિકાનું સર્જન થયું છે.
Weight | 0.07 kg |
---|---|
Binding | Center Pin |
Additional Details
ISBN: NA
Month & Year: NA
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: NA
Weight: 0.07 kg
Additional Details
ISBN: NA
Month & Year: NA
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: NA
Weight: 0.07 kg