પેશનેટ ડાન્સર તલાશને એરેન્જ મૅરેજની બિલકુલ ઇચ્છા નહોતી, છતાં મમ્મી-પપ્પાના આગ્રહને વશ થઈને ફૅશન ડિઝાઇનર આરોહીને મળવા માટે તૈયાર થયો. ‘લગ્ન એક વરસ પછી…’ એવી સંતાનોની શરત મમ્મી-પપ્પાએ માન્ય રાખતાં અઠવાડિયામાં જ તલાશ અને આરોહીની સગાઈ થઈ ગઈ. એક વરસ બાદ લગ્ન કંકોત્રી લખવાના દિવસે તલાશે ધડાકો કર્યો કે ‘લગ્ન નથી કરવાં…’, આ નિર્ણયમાં આરોહીની પણ મૂક સંમતિ હતી.
એક વરસમાં એવું તે શું બની ગયું…!
તલાશની જિંદગીમાં કોઈનો પ્રવેશ થઈ ગયો કે પછી આરોહીના જીવનમાં કોઈ આવી ગયું…?
તલાશના હૃદયમાં હલચલ કેમ મચી છે…! આરોહીના મનની મૂંઝવણનું કારણ શું છે…!
અતીતના ઓછાયા વર્તમાનને વેરવિખેર કરશે કે આંખોએ સજાવેલાં શમણાં ભવિષ્યમાં હકીકત બનશે…?
ઇઝહાર, ઇંતઝાર, ઇનકાર, ઇકરાર, મિલન, વિરહ, વેદના, તડપ, તરસ, ત્યાગ, દોસ્તી, આકર્ષણ, પેશન અને પ્રેમનાં તાણાવાણે ગૂંથાયેલી એક અનોખી લવસ્ટોરી…
મને ભીંજવે તું, તને ભીંજવે…???
Dimensions | 5.5 × 8.5 in |
---|---|
Binding | Paperback |
Additional Details
ISBN: 9789395556996
Month & Year: June 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 242
Dimension: 5.5 × 8.5 in
Additional Details
ISBN: 9789395556996
Month & Year: June 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 242
Dimension: 5.5 × 8.5 in
Meet Mehta
મને ભીંજવે તું..
છેલ્લા પાના પર આપેલ સારાંશની ફક્ત છેલ્લી લાઈન “મને ભીંજવે તું, તને ભીંજવે…???” વાંચીને જ વાર્તાની શરૂઆત કરી.
વાર્તામાં અગાઢ પ્રેમ અને ઉત્કટ લાગણીની પ્રણયકથા વર્ણવી છે. દરેક પાત્રોના નામ, ચાર ભાગ, એક પછી એક પાત્રોનો પ્રવેશ, તેનો ક્રમ, વાર્તામાં હવે પછી આગળ શું થશે એ જાણવાની ઉત્સુકતા, ઇઝહાર, ઈંતઝાર, ઇનકાર, ઇકરાર, મિલન, વિરહ, વેદના, તડપ, તરસ, ત્યાગ, દોસ્તી, આકર્ષણ, પેશન અને પ્રેમના તાણાવાણે ગૂંથાયેલી એક અનોખી લવસ્ટોરી લખવામાં લેખકને ચોક્કસપણે સફળતા મળી છે.
ઘણા પ્રશ્નોના જવાબો સમય, સંજોગ અને પરિસ્થિતિને આધીન હોય છે. શરૂઆતમાં વાંચતી વખતે મને પણ પ્રશ્નો ઉદ્ભવ્યા, “આતો આમ ન હોવું જોઈએ..!કાંઈક ભૂલ થઈ લાગે છે..!” આથી સ્વઃસંવાદમાં વિક્ષેપ પાડી વાર્તા આગળ વાંચવાનું ચાલુ કરતા દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા.
મને ભીંજવે તું.. જેમાં શબ્દો કરતા સ્પર્શની તાકાત બતાવી છે, મૌન બોલવા લાગે ત્યારે શબ્દો કેવી રીતે ચૂપ થઈ જાય અને જ્યારે અશ્રુ બનીને શબ્દો બોલવા લાગે.. તે ખૂબ સરસ રીતે વર્ણવેલ છે.
મને ભીંજવે તું, તને ભીંજવે…???
Answer is “YES”