એક આત્માના ઉમદા ઘડતરની કથા
મોહનદાસ બારિસ્ટર બનવા લંડન ગયા એ અગાઉ ભાવનગરની શામળદાસ આર્ટ્સ કૉલેજમાં એક સત્ર ભણ્યા એ ખરું, પણ તેઓ શામળદાસ કૉલેજના જે મકાનમાં ભણ્યા એ મૂળ મકાન કયું?
દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લા અને તૈયબ શેઠના ઘણા વખતથી ચાલતા કેસમાં બારિસ્ટર ગાંધીએ બંને પક્ષોને સમાધાની કરાવી એ ખરું, પણ એ પહેલાં રાજકોટમાં વકાલત દરમિયાન જ તેમણે એક બહુ મોટા કેસમાં સમાધાની કરાવી હતી એ કેસ કયો?
મોહનદાસને એમના જીવન દરમિયાન વિવિધ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ તબક્કે અને એકમેકથી અજાણ એમ સ્વતંત્રપણે `મહાત્મા’નું સન્માન મળ્યું એ ખરું, પણ મહાત્માનું સન્માન મળ્યાનો ઘટનાક્રમ કયો?
ભારતમાં ગાંધીજીએ આદરેલા સત્યાગ્રહો કાં તો સફળ થયા અથવા એવા મુકામે પહોંચ્યા કે તેના આખરમાં તેમને આશ્વાસન રહેતું, પરંતુ સત્યાગ્રહ સફળ રહ્યો હોય, કોર્ટનું શરણ લેતાં કેસ પણ જીત્યા હોય, અને તેમ છતાં ગાંધીજીએ સામા પક્ષને `હું હાર્યો’ એમ કહી સ્વેચ્છાએ તેમાંથી નીકળી ગયા હોય, એ સત્યાગ્રહ કયો?
હિંદને આઝાદી મળતાં અનેક રજવાડાં સરદાર પટેલના પ્રયાસોથી ભારતમાં ભળ્યાં એ ખરું, પણ સ્વતંત્ર ભારત સાથે જોડાનાર પહેલું રજવાડું કયું અને કોણે એ કોના ખોળે ધર્યું?
મોહનદાસના વિદ્યાર્થીજીવનથી લઈને સ્વરાજની લડતમાં સૌરાષ્ટ્રનાં રજવાડાં સાથેના સંબંધ, સાથીદારોના સહકારની આવી અનેક `થોડીક જાણીતી વાત વધુ વિગતે, પૂરતી જાણીતી વાત વધુ ઊંડાણથી અને ગેરસમજ વ્યાપેલી વાત ખરાઈ કરીને તેના સાચા સ્વરૂપમાં’ મૂકાઈ છે – એ આ પુસ્તકની વિશેષતા છે.
Be the first to review “Mahatma : Swaraj Ni Safar Ane Saurashtra Na Sathidaro”
You must be logged in to post a review.