Khushino Janmadivas

Select format

In stock

Qty

આ વાર્તાઓ તમારે માટે…!
મારાં નાનેરાં બાળમિત્રો-બાળવાચકો,
લો, આ રહ્યો મારી નટખટ અને સુંદર વાર્તાઓનો તાજો ગુલદસ્તો તમારે માટે. હું જ્યાં પણ જાઉં છું, તમારાં જેવાં નાનાં-નાનાં બાળકો મને ઘેરી લે છે અને એમની જીદ શરૂ થઈ જાય છે, ‘અમને કોઈ નવી વાર્તાઓ સંભળાવો, કાકા ! કોઈ બહુ જ મજાની વાર્તા…!!’ …અને ખબર જ નથી પડતી કે કેવી રીતે ક્યારે એક નવી વાર્તા અંદરથી ફૂટી નીકળે છે, કોઈ નાના-મીઠા ઝરણાની જેમ…! બસ, એવી જ રીતે એક નહીં, બે નહીં, નાની-નાની પૂરી સોળ વાર્તાઓ ફૂટી નીકળી. જાણે રંગબેરંગી સુગંધિત મહેકતાં ફૂલો જેવી વાર્તાઓનો આ ગુલદસ્તો તૈયાર થઈ ગયો, જેનું મેં નામ રાખ્યું છે ‘ખુશીનો જન્મદિવસ’.
આ વાર્તાઓમાં તમારાં જેવાં જ નાનાં-નાનાં બાળકો છે. ‘ખુશીનો જન્મદિવસ’માં એક નાનકડી એકલી છોકરી પોતાના જન્મદિવસને કારણે હેરાન છે. તે ભલા પોતાનો જન્મદિવસ કેવી રીતે ઊજવે? ત્યારે એનાં નાનકડાં રમકડાં શી કમાલ કરે છે, તે વાંચશો તો તમને બહુ ગમશે. ‘હવાદીદીનું સર્કસ’માં તમે હવાદીદીની એવી એવી કમાલ જોશો કે તમારા માટે હસવાનું રોકવાનું મુશ્કેલ થઈ જશે. ‘કુનકુન રેલગાડી’માં એ વાર્તામાં એક કૂતરાની કરામતો છે તો ‘ફૂદકું દેડકાથી દોસ્તી’માં તમે ગજબનો ઉત્સાહ ધરાવતા ફૂદકું દેડકાને મળશો તો જરૂર એની દોસ્તી કરવાનું તમે પસંદ કરશો. એ જ રીતે ‘ચિંકૂ-મિંકૂ અને બે ગધેડામિત્રો’ એ વાર્તા વાંચશો તો તમે જોઈ શકશો કે ખરેખર કેવા કમાલના ગધેડા હતા! તેમણે જ તો ચિંકૂ-મિંકૂને એટલી પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ અપાવી કે ચારેય બાજુએ તેમના નામનો ડંકો વાગી ગયો ‘ટીનૂલાલ ઝિંદાબાદ’, ‘જ્યારે ગબ્બરસિંહે કર્યું ધોળવાનું કામ’, ‘હસતો રાક્ષસમિત્ર’, ‘કરામતીલાલની તલવાર’ અને ‘જ્યારે ચાલી પિચકારી રંગોની’ વગેરે હાસ્યથી ભરપૂર એવી વાર્તાઓ છે કે તમે વાંચતા જાઓ અને હી…હી…હી…હી… હસતાં જાઓ!
બાળકોને પરીકથાઓ વાંચવી ખૂબ ગમે છે. આ સંગ્રહમાં પણ કેટલીક પરીકથાઓ છે, પણ થોડી અલગ પ્રકારની. ‘નકશામાં ગુલાબી દેશ’, ‘બેલા પહોંચી પરીઓના દેશ’, ‘ગિઠમૂઠિયા’ વગેરે વાંચીને તમને બહુ મજા આવશે. એટલા માટે કે એ એકદમ નિરાલા ઢંગની પરીકથાઓ છે. ‘બુદ્ધૂની કમાલની રિક્ષા’માં તો બુદ્ધૂની જૂની ખખડેલ રિક્ષા જ પરી બની જાય છે. ને પછી જે જે મજાના કરતબ થયા, એને તો તમે વાર્તા વાંચીને જ જાણી શકશો. ‘લુંબાની અજબ કહાની’ વાર્તામાં તમે લુંબાને મળશો જેને જંગલમાંથી શહેરમાં લાવીને તેના ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે તમારા જેવો જ એક નાનો છોકરો શીલૂ એને આ કેદમાંથી છોડાવવાનો પ્રયત્ન કરે છે અને એમાં સફળ પણ થાય છે. ‘ફૂલોની છાબડી’માં એક નાનકડી છોકરી સોનાલી છે, જે પોતાની માતાની માંદગીથી દુઃખી અને પરેશાન થઈ ડૉક્ટરની શોધમાં નીકળી પડે છે. પછી કેવી રીતે એની મુલાકાત વનદેવી સાથે થાય છે અને અંત આવતાં-આવતાં વાર્તામાં કેવી રીતે ફૂલોનાં રંગ અને સુગંધ ફેલાઈ જાય છે, તે આ નાનકડી વાર્તા વાંચીને તમને સમજાશે.
અલબત્ત, આ વાર્તાઓ વાંચીને તમે એક નાનકડી ચિઠ્ઠી જરૂર લખજો કે વાર્તાઓ તમને કેવી લાગી? હું એની રાહ જોઈશ. પ્રેમ સાથે.
તમારો મનુ અંકલ.

Weight0.15 kg
Dimensions5.50 × 8.50 in
Year

Month

Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Khushino Janmadivas”

Additional Details

ISBN: 9789361974724

Month & Year: May 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.15 kg

Additional Details

ISBN: 9789361974724

Month & Year: May 2024

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 112

Dimension: 5.50 × 8.50 in

Weight: 0.15 kg