હર્ષભાઈના લેખો પરકાયા પ્રવેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજરારણની વ્યાખ્યા શું? તો રાજ દિલ્હીમાં થાય અને કારણ (એટલે કે ભૂત) આપણાં ઘરમાં ઘરી જાય એનું નામ રાજકારણ. આપણી ભાષામાં પોલીટીકલ સેટાયર લખાતો જ નથી. એવા દુકાળિયા સમયમાં હર્ષભાઈની કલમ પંચતંત્રની વાર્તાઓનો મોર્ડન અવતાર છે.
આ પાત્રો જંગલના છે પણ પીડા તો આપણાં સૌની જ છે. માનવીય મૂલ્યો તરફનો આ ધારદાર વ્યંગ અનેક બાબતો તરફ અંગુલીનિર્દેશ કરી જાય છે. પ્રાણીઓને ઈશ્વરે બનાવ્યા છે આડા પણ એ જીવનમાં સીધા ચાલે છે. પરંતુ માણસોને બનાવ્યા છે સીધા પણ સ્હેજપણ સીધા ક્યાં ચાલે છે? બસ, હર્ષભાઈની મથામણ આ માનસિક રીતે વિકલાંગ થઈ ગયેલા માણસોને વિચારોથી સીધા કરવાની છે.
સાંઈરામ દવે
આ પુસ્તક ‘પુખ્ત પ્રાણીકથાઓનો’ સંગ્રહ છે. પ્રાણીઓ પાત્રો તરીકે હોય એટલે બાળવાર્તાઓ જ હોય એવી આપણે ત્યાં જે છાપ છે એ ખોટી છે. આ પુસ્તકમાં બાળવાર્તાઓ નથી. આ સેટાયરનો પિંડ જ્યોર્જ ઓરવેલની ‘એનિમલ ફાર્મ’ અને લુઈ કેરોલની ‘એલિસ ઈન ધ વન્ડરલેન્ડ’ પર રચાયો છે.
હર્ષે આપણી આસપાસ ફેલાયેલા રાજકારણ અને સમાજકારણના જંગલને અહીં વિઝ્યુલાઈઝ કર્યું છે. આમપણ, નાની વાતોમાં મોટી મોટી લાગણીઓ દુભાવી દેતા વર્તમાન સમયમાં પ્રાણીઓની લાગણી જ અકબંધ છે.
હર્ષના આ કટાક્ષલેખોના પાત્રોના નામ વાંચીને રમણલાલ સોની યાદ આવી જાય. મોટાભાગના એપિસોડ સાંપ્રત સમયને અનુરૂપ લખાયા છે. બહુ દઝાડ્યા વગર વર્તમાન સ્થિતિ પર હસી લેવાનો મૂળ તો લેખકનો ઈરાદો છે. લેખોમાં સાદ્યંત સંઘેડાઉતાર હાસ્ય જળવાય છે.
પહેલું જ પુસ્તક વટભેર આવી અલગ મસ્તીભરી ‘જંગલબુક’ તરીકે આપવાનો પ્રયાસ પોંખવાનો જ હોય. ચંદ્રકાંત બક્ષીએ મને કહેલું એ જ એના માટે : સપ્રેમ સ્વાગત હર્ષ મેસવાણિયા.
જય વસાવડા
Be the first to review “Great Indian Circus”
You must be logged in to post a review.