::: રૂંવે રૂંવે દીવા પ્રગટે એવી મધુરતા અને કટકે કટકે જીવ બળે તેવી કરુણતાનું સુંદર આલેખન :::
સમય પડખું ફેરવે અને સાગરમાં નદી સમાઈ જાય એ પછી મદમસ્ત મોજાં સાથે ઊછળવું, ભળવું, મળવું, તરવું વળી બદલાતી મોસમની વાછંટે વાછંટે હળવે હળવે એકમેકમાં ઓતપ્રોત થઈ પીગળવું એટલે ધૂમ્રલેખા…
પળ પળ પરોવી જિંદગીની રફતારને ગૂંથવી અને સહેજ આંચકો લાગતાં તાર તાર થઈ સમગ્ર ગૂંથણી વિખરાઈ જાય એવી અસહ્ય વેદનાની સારંગી એટલે ધૂમ્રલેખા…
શ્વાસ અને ઉચ્છ્વાસની બેલડીની માફક ધરતી-આકાશના મિલન પછી ક્ષિતિજના ગર્ભમાં ઊછરતું નાજુક કિરણ એકાએક વજ્રઘાત થતાં કસુવાવડ થઈ જાય એવી કરુણાંતિકા એટલે ધૂમ્રલેખા…
આ કથામાં પ્રિયંકા અને મયંકની મન:સ્થિતિને જાણવી, માણવી અને પ્રમાણવી વાચકોને અત્યંત ગમશે. પરકાયાપ્રવેશ દ્વારા એક સમર્થ લેખિકાએ કથામાં સંવેદનાને આબેહૂબ ઝીલી છે.
અહીં પિતા, પુત્રી અને પ્રેમીના ત્રિકોણમાં અવનવા વળાંકોની ગૂંથણી ખૂબ જ મનભાવન છે. રૂંવે રૂંવે દીવા પ્રગટે એવી મધુરતા અને કટકે કટકે જીવ બળે તેવી કરુણતાનું સુંદર આલેખન ‘ધૂમ્રલેખા’ની આગવી ઓળખ છે...
Be the first to review “Dhumralekha”
You must be logged in to post a review.