Chandrambhadra

Select format

In stock

Qty

‘ભદ્રંભદ્ર’ ગુજરાતી સાહિત્યની ચિરંજીવ નવલકથા છે. ગુજરાતી ભાષાની હાસ્યરસની નવલકથા તરીકે તો એ આજેય અજેય અને અદ્વિતીય છે. ‘ભદ્રંભદ્ર’નાં બે અમર પાત્રો – ભદ્રંભદ્ર સ્વયં અને એમનો પ્રવર શિષ્ય અંબારામ – જુદા જુદા લેખકો દ્વારા ફરી ફરી અવતરિત થતાં રહ્યાં છે, પરંતુ ‘ભદ્રંભદ્ર’ના પ્રતાપી વંશજ ચંદ્રંભદ્રનું અવતરણ પ્રથમ વખત થઈ રહ્યું છે. ‘ભદ્રંભદ્ર’ પણ એના આધારે લખાયેલી નવલકથાનો કાં તો પ્રતિસર્જન રૂપે હતી કાં તો અનુસર્જન રૂપે. ભદ્રંભદ્રના વંશજની આ નવલકથા સ્વતંત્ર નવલકથા છે. આ વાત ઘણી અગત્યની છે.
‘ચંદ્રંભદ્ર’ના લેખક ભાગ્યેશ જહા તત્ત્વતઃ કવિ છે, પરંતુ ગદ્યક્ષેત્રે પણ એમની કલમ આસાનીથી વિહરી શકે છે. લલિત ગદ્ય અને ચિંતનાત્મક ગદ્ય – બંને એમને સહજસિદ્ધ છે. ભાગ્યેશભાઈ સંસ્કૃત ભાષાના જ્ઞાતા છે. ‘ચંદ્રંભદ્ર’ના સંવાદોમાં એમના સંસ્કૃત ભાષાના જ્ઞાનનો સમર્થ વિનિયોગ થયો છે.
‘ચંદ્રંભદ્ર’ હાસ્યરસની નવલકથા છે. ભાગ્યેશભાઈમાં હાસ્યની અસલ સૂઝ છે. તેમજ આ સૂઝનો વિનિયોગ કરવાની એમનામાં પૂરી ક્ષમતા પણ છે. આ કારણે ‘ચંદ્રંભદ્ર’માં હાસ્યરસના નિર્વહણનું સાતત્ય સુપેરે જળવાયું છે.
અલ્પધન ગુજરાતી હાસ્યક્ષેત્રે ભાગ્યેશભાઈના પ્રવેશને હું ઉમળકાભેર આવકારું છું.
– રતિલાલ બોરીસાગર

Weight0.14 kg
Dimensions0.6 × 5.5 × 8.5 in
Binding

Paperback

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Chandrambhadra”

Additional Details

ISBN: 9788119644513

Month & Year: September 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 114

Dimension: 0.6 × 5.5 × 8.5 in

Weight: 0.14 kg

Additional Details

ISBN: 9788119644513

Month & Year: September 2023

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 114

Dimension: 0.6 × 5.5 × 8.5 in

Weight: 0.14 kg