આપણા જીવનમાં સહુથી મોટું દુઃખનું કારણ અજ્ઞાનતા જ છે. જીવનમાં ઘટતી નાની-મોટી ઘટનાઓમાં યથાર્થ જ્ઞાન નહીં હોવાથી આપણે અટવાયા કરીએ છીએ. આંધળો અને અજ્ઞાની બેઉ સરખા દુઃખી હોય છે.
સ્થાવર મિલકત બાબતે મારી 45 વર્ષની પ્રૅક્ટિસમાં મેં જોયું છે કે સ્થાવર મિલકત સંબંધી નાની-નાની બાબતોમાં કાયદાકીય અજ્ઞાન પ્રવર્તે છે, જેમાં ભણેલા, ગણેલા, ડૉક્ટર, એન્જિનિયર કે ઉચ્ચ સનદી અધિકારીઓને મિલકત સંબંધી કાયદાનું ખાસ જ્ઞાન હોતું નથી. ‘ચૅમ્બર અનુભવ’ લખવાનો મારો હેતુ માત્ર ને માત્ર આપણને સ્થાવર મિલકત સંબંધી જ્ઞાન મળે તે જ છે. મેં આ જટિલ વિષયને નાના-નાના પ્રસંગો રૂપે આપ વાચકો સમક્ષ આ બંને પુસ્તકોના માધ્યમે રજૂ કર્યો છે.
મિત્રો! મને વિશ્વાસ અને ભરોસો છે કે, મારી ચૅમ્બરમાં બનેલા આ પ્રસંગો જેને મેં આ પુસ્તકમાં સમાવ્યા છે તે આપને જરૂરથી ગમશે જ અને માત્ર ગમશે એટલું જ નહીં, પરંતુ આ પ્રસંગો પૈકી કોઈ એક પ્રસંગ જો આપની સ્થાવર મિલકત સંબંધી બાબતને લાગુ પડતો હશે, તો શું ધ્યાન રાખવા જેવું હતું? તેની સમજ આપને આવ્યા વગર રહેશે નહીં. મારો હેતુ પણ તો આ જ છે ને?
– અશોક દામાણી
Be the first to review “Chamber Anubhav”
You must be logged in to post a review.