જીવનના યુદ્ધમાં ઊભેલા અર્જુનની વાત
‘અર્જુન ઉવાચ’ ગુજરાતી ભાષામાં એક અલગ જ ભાત પાડતું પુસ્તક છે. સ્વયં મહાભારત જ એવડો મોટો ખજાનો છે કે એ સમજતા ભવના ભવ વીતે, પણ જ્યારે વાંચો ત્યારે નવા નવા અર્થ મનમાં ખૂલતાં જ જાય. મનની મૂંઝવણોના ઉકેલ પણ મળતા જાય. આ પુસ્તકમાં થોડી અલગ વાત અને અલગ દૃષ્ટિકોણ છે.
આપણી સંસ્કૃતિનાં અનેક પૌરાણિક પાત્રો આપણને જીવનમાં કોઈ ને કોઈ રીતે માર્ગ ચીંધે છે. એ પાત્રો માર્ગદર્શક છે અને આપણી સાથે કોઈ ને કોઈ સંવેદનાની દોરીથી બંધાયેલા છે. પરંતુ એ બધામાં અર્જુન તો આપણા હમસફર છે. એક રીતે જોઈએ તો અર્જુન એટલે જીવનની સંકુલતામાં ગૂંચવાયેલાં આપણે સૌ.
આ પુસ્તકમાં અર્જુનના માધ્યમથી સામાન્ય વ્યક્તિના મનને, જીવનને સમજવાનો પ્રયાસ થયો છે. આજના દરેક સામાન્ય માનવીને જે સમસ્યા નડે છે એવું કંઈક અર્જુને પણ અનુભવ્યું હતું. ડિપ્રેશન, ગિલ્ટ, ફોબિયા આજના સમયના શબ્દો છે જેનો અનુભવ અર્જુને પણ કર્યો હતો. અહીં આ મહાપુરુષને આજના સંદર્ભમાં મૂકી, એમના જીવનને આજના યુવાનના જીવન સાથે જોડીને પ્રશ્નોના ઉકેલ શોધ્યા છે. પ્રશ્નો અર્જુનના હોય કે આપણા, એનો ઉકેલ તો કૃષ્ણ પાસે જ છે.
આ પુસ્તક વાંચવાથી આપણને આપણી અસામાન્યતા માટે ગૌરવ થશે, તો આપણી સામાન્યતા પણ ગમવા માંડશે.
Be the first to review “Arjun Uvach”
You must be logged in to post a review.