ના, હવે અહીં કોઈ રહેતું। નથી. જે લોકો રહેતાં હતાં એ લોકો પણ બહાર નીકળી ગયાં છે. બહાર. ડેલીને તાળું મારવાની પણ જરૂર નથી. આકાશમાં બે જણ સમાઈ શકે એટલી જગ્યા તો હશે.
અહીં કોઈ રહેતું નથી.
બારીના કાચ પર છોકરીને પોતાના શરીરનું પ્રતિબિંબ દેખાયું – એક અંધારું શરીર. છોકરીને લાગ્યું એ અહીં છે, છતાં ક્યાંય નથી… બારી બહાર હવે આગિયા ઊડતા નહોતા. જૂના શહેરના આકાશ તરફ ઝાંખો ચન્દ્ર આવી ગયો હતો. પુરુષનું ઘર મધરાતની ક્ષણોમાં શ્વાસ રોકીને ઊભું હતું.
સત્તાવીસ વર્ષની છોકરી.
ચારે તરફ નિઃસ્તબ્ધતામાંથી જાણે આછો ચિત્કાર સંભળાતો હતો – ચિત્કાર પણ નહીં, એ જાણે કણસાટ હતો. એકલતા આપણને કોઈક એવી જગ્યાએ લઈ જાય છે, જ્યાં પાછળનું કશું જ મહત્ત્વ ધરાવતું નથી અને આગળ કોઈ દિશા હોતી નથી.
આપણે બંનેએ, સાથે.
શ્વાસ રૂંધાઈ ગયો કે શું? ભીખો કામનીદેવીમાંથી રેવાને શોધવા લાગ્યો. એ નથી રેવાને જોઈ શકતો, નથી કામીનીદેવીને જોઈ શકતો.
વેશ.
આ ક્ષણે હું કોણ છું – સંપતરાય, સ્વામીજી, મા’રાજજી કે કશું પણ નથી? ચારેકોર વિસ્તરેલા સન્નાટામાંથી કોઈ જવાબ મળ્યો નહીં.
રાતવાસો
સુપ્રસિદ્ધ વાર્તાકાર વીનેશ અંતાણીની વાર્તાકળાના મહત્ત્વના પડાવ સમા વાર્તાસંગ્રહ ‘અહીં કોઈ રહેતું નથી’ની વાર્તાઓ વાચકો અને વિવેચકોએ વધાવી છે. માનવજીવન અને માનવચિત્તની સંકુલતાનું સૂક્ષ્મ નિરૂપણ આ સંગ્રહની વાર્તાઓનો વિશેષ છે.
Be the first to review “Ahin Koi Rahetun Nathi”
You must be logged in to post a review.