‘- જેમાં છે સહિયારા શ્વાસના હસ્તાક્ષર! મનોત્સવથી લગ્નોત્સવ સુધી જઈ રહેલા બે મળેલા જીવ, જ્યારે એકબીજાના વિશ્વાસ પર પોતપોતાના શ્વાસના સહિયારા હસ્તાક્ષર કરી દાંપત્યજીવનનો શુભારંભ કરે છે ત્યારે, એ બંનેના હૃદયધબકારનો જે રણકાર રણકે છે એનો પડઘો આ પુસ્તકનાં પાને પાને તમને સંભળાશે! દસ્તાવેજ કોઈ વસ્તુ કે મિલકતનો હોય, પણ લેખકે અહીં ‘દાંપત્યનો દસ્તાવેજ’ શબ્દયોગ સાધીને અમૂલ્ય એવા દાંપત્યજીવનની મૂલ્યવાન ઇમેજ પ્રગટ કરી છે. લગ્નોત્સુક યુવક-યુવતીઓએ લગ્નજીવનની યાત્રા શરૂ કરતાં પહેલાં, શરૂ કર્યાં પછી અને લગ્નજીવનની ફલશ્રુતિ તરીકે પ્રગટી રહેલી નવી પેઢીના ઉછેર સુધીમાં આવતા નાના-મોટા વળાંકો, સમજદારીપૂર્વક પસાર કરતાં રહીને, સમાજ માટે ઉત્તમ દૃષ્ટાંતરૂપ કેવી રીતે બનવું એની Master Key તમને આ પુસ્તકમાંથી મળશે! દિવસે દિવસે ગૂંચવાતા જતાં દાંપત્યજીવનના બેસૂરા સૂરને કાયમને માટે અસ્ત કરવા અને ક્ષણે ક્ષણે સર્જાતાં સ્નેહદાનના સૂરીલા સૂરને કાયમને માટે ઉદિત રાખવા માટે તમારે આ પુસ્તક અચૂક વાંચવું તો જોઈએ જ, જે કોઈ પોતાનાં દાંપત્યજીવનને સ્નેહસુખના શિખર પર લઈ જવા માગતાં હોય એમણે પણ આ પુસ્તક વાંચવું જોઈએ! તમારા પ્રિયજનને તમારે કોઈ મૂલ્યવાન ભેટ આપવી હોય તો આ પુસ્તકથી વધારે રૂડી ભેટ બીજી કઈ હોઈ શકે?!O16
Weight | 0.22 kg |
---|---|
Dimensions | 0.7 × 7.75 × 7.75 in |
Binding | Paperback |
Customer Reviews
There are no reviews yet.
Additional Details
ISBN: 9789394502888
Month & Year: October 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 152
Dimension: 0.7 × 7.75 × 7.75 in
Weight: 0.22 kg
Additional Details
ISBN: 9789394502888
Month & Year: October 2022
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 152
Dimension: 0.7 × 7.75 × 7.75 in
Weight: 0.22 kg
[wrvp_recently_viewed_products]
You cannot copy content of this page
Be the first to review “Dampatyano Dastavej”
You must be logged in to post a review.