પડદા પાછળની દુનિયાને
સમજવા માંગતા રસિયાઓ માટે…
સૌમ્ય જોશી (102 નોટ આઉટ) અને અભિષેક શાહ (હેલ્લારો) જેવા દિગ્દર્શકોના વિશ્વાસુ સહાયક બનવાથી શરૂ કરી ‘બજાબા’ જેવી એવોર્ડવિનર ફિલ્મની, એવોર્ડવિનર અભિનેત્રી બનવા સુધી જેની યાત્રા રહી છે એવી યુવા પ્રતિભાશાળી અભિનેત્રી ધરા ભટ્ટનું આ પ્રથમ પુસ્તક છે.
માનવસંસ્કૃતિના ઉદયકાળથી થિયેટર – દરેક યુગ અને દરેક દેશપ્રદેશમાં ફૂલ્યુ-ફાલ્યું છે, એટલી એની યુનિવર્સલ અપીલ છે. વિદ્વાનોએ લખેલાં જુદા-જુદા પ્રકારના પુસ્તકો આ વિષય પર ઉપલબ્ધ છે પણ કદાચ અભિનેત્રી (અને હવે લેખિકા) ધરાને વિચાર એમ આવ્યો હશે કે ગુજરાતના કોઈ ખૂણાના જિલ્લામાં, કોઈ છેવાડાના તાલુકામાં કોઈ વિદ્યાર્થીઓની ટીમ તાલુકા કક્ષાની પ્રતિભાશોધ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની નાટ્યયાત્રાના પગરણ માંડી રહી છે, એને વિદ્વાનોના ભારેખમ પુસ્તકો કામ નહીં લાગે. નાટ્યક્ષેત્રમાં પગરણ કરતાં નવોદિતને જે ભાષામાં અને જે ભાવથી આવકારો જોઈએ એ મીઠો આવકારો આ પુસ્તકના બે પૂઠાં વચ્ચે છે.
સરળતા અને સાદગીથી આ વિષયને હાથ પર લેવા માટે, વિષયના સ્પષ્ટ બેઝિક નોલેજ ઉપરાંત મનમાં down to earth ભાવ અને હૃદયમાં absolute cleanliness જોઈએ. ધરા ભટ્ટનું આ પુસ્તક વાંચી આ અનુભવ તમને પણ થશે જ.
યુવાનીના ઉંબરે ઊભેલી આ આશાસ્પદ અભિનેત્રીએ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને નવોદિત કલાકારો માટે મુશ્કેલ માર્ગદર્શિકા નહીં પણ અનુભવી ‘મિત્ર’ કહી શકાય એવું પુસ્તક તૈયાર કરવાનો નિર્ધાર કર્યો. આપના હાથમાં એ નિર્ધારની સાર્થકતા છે “થિયેટર ટોક”. ગુજરાતના નવી પેઢીના અદાકારોને માટે આ પુસ્તક રેડી રેફરન્સ જેવું નીવડશે.
Be the first to review “Theatre Talk”
You must be logged in to post a review.