અંતર્યાત્રા
સર્વેશ વોરા
બુદ્ધિ કાંઈ પ્લાસ્ટિકનાં હાથ-પગ નથી કે ઉતારી, ચઢાવી બાજુ પર રાખી શકો. બુદ્ધિનું રૂપાન્તર થાય, બુદ્ધિને તાળાં ન મારી શકાય.
* * *
વિચાર અને ધર્મનું સંસ્થાકરણ સૌથી ભયંકર મૂર્ખતા અને બેવકૂફી છે. વિચાર કે અધ્યાત્મ પહેરાય નહીં. એ તો પ્રગટે. વિચારોનું સંક્રમણ એ મોટું તૂત છે. એક કાળા માથાનો માનવી અન્યને વિચાર કદી પહેરાવી ન શકે.
* * *
ચિંતન, સંપ્રદાય વગેરે ગાંઠ ન ઊભી કરે, પણ મુક્ત કરે, વિશાળ બનાવે, ઉદાર બનાવે, ઉન્નત બનવામાં `કેટાલિસ્ટ’ બને તો જ સાર્થક, નહીંતર કોઈ અર્થ નહીં.
Be the first to review “Antaryatra”
You must be logged in to post a review.