બાળકોને Develop કેવી રીતે કરશો?
આજકાલ ચારે બાજુ બાળકોના સાચા અને સારા Developmentની ચર્ચાઓ ચાલી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં કોઈ પણ બાળકનો સર્વાંગી વિકાસ જ તેને આવતી કાળનો સફળ નાગરિક બનાવી શકશે. પ્રશ્ન થાય છે, Development એટલે શું? બાળકને પૂર્ણ માનવ બનાવવાની પ્રક્રિયા એ જ સાચું Development. આ એક સંસ્કાર પ્રક્રિયા છે.
આજના સમયમાં જીવન ઘડતરની દૃષ્ટિએ જોતાં આપણને એમ લાગે કે આપણે નિષ્ફળ જઈ રહ્યાં છીએ. વાલીઓ અને બાળકો વચ્ચે સુમેળનો સંપૂર્ણ અભાવ દેખાય છે. બંને વચ્ચેનો લય ખોરવાઈ ગયો છે. એક વાતે આપણે સૌ સંમત છીએ કે જરૂર ક્યાંક ભૂલ થઈ રહી છે.
દુનિયાના મહાન કેળવણીકારોએ એક જ વાત કરી છે – બાળકોને સમજો, એની ટીકા ન કરો, પ્રેમથી એને સમજાવો, કારણ કે બાળક એક જ ભાષા સમજે છે, તે ભાષા છે પ્રેમની.
આ પુસ્તક તમારા બાળકના શ્રેષ્ઠ Development માટેની ઉત્તમ Guide છે. બાળકના શિક્ષણથી લઈને તેના સ્વભાવ અને કેળવણીના અનેક મુદ્દાઓની વાત અહીં કરી છે. જીવનના આ મહાયુદ્ધમાં તમારું બાળક કઈ રીતે સંતુલન જાળવી વિજેતા બની શકે એની મહત્ત્વની વાતો આ પુસ્તકમાં પાને પાને જાણવા મળશે.
પોતાના બાળકનો ઉત્તમ વિકાસ કરવા માંગતા દરેક મા-બાપ માટે આ પુસ્તકની વાતોને અમલમાં મૂકવી અનિવાર્ય છે.
Be the first to review “Balako Ne Develop Kevi Rite Karsho?”
You must be logged in to post a review.