સમગ્ર વિશ્વમાં ચપળ અને હોશિયાર પ્રાણીઓમાં દીપડાનો સમાવેશ થાય છે, જે પોતાની જન્મજાત આવડતથી આજે દુનિયાના મોટાભાગના વિસ્તારોમાં વસવાટ કરી રહ્યો છે. હાલ વિશ્વમાં દીપડાની કુલ નવ પેટાજાતિઓ અસ્તિત્વ ધરાવે છે. જેમાંથી અમુક પેટાજાતિ એવી છે, જે ખૂબ જ ભયજનક પરિસ્થિતિ હેઠળ જીવન જીવી રહી છે, જ્યારે અમુક પોતાના સામ્રાજ્યનો ફેલાવો કરવામાં સફળ રહી છે. આ દરેકનું જીવન ગૌરવશાળી, રસપ્રદ અને રહસ્યમય છે. તો વળી અન્ય મોટી બિલાડીની સરખામણીમાં આ બિલાડી વિશે ખૂબ જ ઓછો અભ્યાસ અને સંશોધન થયાં છે, જેના કારણે તેનાં વિશેની સાચી વાતો અને હકીકતો બહુ બહાર આવતી નથી.
આ પુસ્તકમાં વિશ્વમાં વસવાટ કરતી દીપડાની પ્રજાતિઓ વિશે વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. આ સાથે જ દરેકનાં ભૂતકાળ અને વર્તમાનની સ્થિતિ વિશે થયેલાં સંશોધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમજ દીપડાની અંદર જોવા મળતા મેલાનિસ્ટિક ફેરફાર વિશે પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં બ્લૅક પેન્થર, પિંક પેન્થર અને વાઇટ પેન્થર વિશે માહિતી પણ આપવામાં આવી છે. આ સાથે સ્નો લેપર્ડ અને ક્લાઉડ લેપર્ડ વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.
વિશ્વના દીપડાઓની બધી જ પ્રજાતિઓ વિશેની વિગતવાર માહિતી ધરાવતું આ એકમાત્ર પુસ્તક છે.
Be the first to review “Vishvana Deepadao”
You must be logged in to post a review.