જગતનો સૌથી શ્રેષ્ઠ અને ગાઢ સંબંધ એટલે મા અને તેનાં સંતાનો વચ્ચેનો સંબંધ. ધ મોસ્ટ સ્પેશિયલ બૉન્ડ ઇન ધ વર્લ્ડ!
એકવીસમી સદીમાં બાળકોનો ઉછેર એટલે સળગતો પ્રશ્ન! માતાપિતા માટે બાળઉછેર એક સહિયારી પ્રવૃત્તિ છે. વાલી તરીકે આપણને સ્પર્શતા અનેક પ્રશ્નોનાં પ્રેક્ટિકલ, અભ્યાસુ છતાંય હળવાફૂલ ઉત્તરો આપતું પુસ્તક એટલે સ્પીડપોસ્ટ.
જાણીતાં લેખિકા, ટીવી ઍન્કર, પત્ની, પુત્રી તથા છ સંતાનોનાં માતા જેવું પાસાંદાર વ્યક્તિત્વ ધરાવતાં શોભા ડેએ પોતાનાં છ સંતાનોને વિવિધ પ્રસંગોએ જે સંવેદનશીલ પત્રો લખ્યાં તેનું નજરાણું એટલે સ્પીડપોસ્ટ.
વિજાતીય આકર્ષણ, ધર્મ, સેલફોન મેનર્સ, શિસ્ત, સેક્સ, ઇન્ટરનેટનો ઉપયોગ જેવાં રોજિંદા જીવનમાં ઉદ્ભવતા અનેક પ્રશ્નોના ઉત્તરો અહીં છે.
Be the first to review “Speedpost”
You must be logged in to post a review.